________________
દંડકના અભ્યાસુને આ ગ્રંથ ઉપયોગી નીવડે તેવો છે. સિદ્ધાંતના અભ્યાસ માટે આ ગ્રંથ પાથેય સમાન બની રહેશે. શોધનિબંધ લખવો એ એક કપરું કામ છે તે તેઓશ્રીએ પૂર્ણ કર્યું છે. પરંતુ મારી દૃષ્ટિએ તો શોધકાર્ય તો એક શિક્ષા છે. આ શિક્ષામાં તેઓ ઉત્તીર્ણ થયાં છે. હવે તેઓ તેમની જ્ઞાનસાધના ચાલુ જ રાખે અને વિરપરમાત્માના અનેક અદ્ભુત ગ્રંથરત્નોનો અભ્યાસ કરી તેનું અમૃત જગતને પીરસતાં રહે તેવી શુભ ભાવના ભાવું છું. ઉત્તરોત્તર પ્રગતિ સાધી મોક્ષ સુખને પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના.
ડૉ. જિતેન્દ્ર બી. શાહ
૧૪