________________
થાય છે. દેડકમાં સ્થિતિકાર :
बावीस सग ति दसवास-सहस्स उक्किट्ठ पुढवाई२९ ॥२६॥ ગાથાર્થ :
પ્રથમ પૃથ્વીકાયનું ૨૨ હજાર વર્ષનું આયુષ્ય છે. તે બાદર પર્યાપ્ત પર પૃથ્વીકાયનું (રત્નમણિ વગેરેનું) જાણવું. એ મણિરત્ન વગેરે નક્કર પૃથ્વીઓ તેવા પ્રકારના નિરાબાધ સ્થાનમાં રહેલી હોય તો એટલા વર્ષ સુધી જીવે છે. અને શેષ પૃથ્વીઓનું એથી જૂન જેમ કે સોનાનું ૧૦૦૦ વર્ષ, ખડીનું ૧૨ હજાર વર્ષ, રેતીનું ૧૪ હજાર વર્ષ, મણસિલનું ૧૬ હજાર વર્ષ, કાંકરાનું ૧૮ હજાર વર્ષ ઇત્યાદિ આયુષ્ય , નિરાબાધ સ્થાનમાં રહેલ સુવર્ણ આદિકનું કહ્યું છે. એ જ પ્રમાણે બાદર પર્યાપ્ત અપકાય, બાદર પર્યાપ્ત વાયુકાય અને પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાયનું અનુક્રમે ૭ હજાર વર્ષ, ૩ હજાર વર્ષ અને ૧૦ હજાર વર્ષનું આયુષ્ય છે. તે પણ તેવા પ્રકારના નિરાબાઈ સ્થાનમાં રહેલા સ્થિર અપકાયાદિનું જાણવું.
तिदिणग्गि, तिपल्लागऊ नरतिरि, सुरनिरय सागर तित्तीसा ।
वंतर पल्लं, जोइस-वरिसलक्खाहियं पलियं० ॥२७॥ ગાથાર્થ :
નિરાબાધ સ્થાનમાં રહેલા બાદર પર્યાપ્ત અગ્નિકાયનું આયુષ્ય ૩ દિવસનું છે. અગ્નિના ૧ જીવનું આયુષ્ય શ્રી સર્વજ્ઞોએ ૩ દિવસનું કહ્યું છે. તથા મનુષ્યો અને તિર્યંચોનું આયુષ્ય ૩ પલ્યોપમ કહ્યું. તે દેવકુરુ-ઉત્તરકુરુના ઉત્કૃષ્ટ આયુષ્યવાળા યુગલિક મનુષ્યો તથા યુગલિક તિર્યંચોનું અને ભરત-ઐરવતમાં પહેલા આરામાં વર્તતા યુગલિક મનુષ્ય-તિર્યંચોનું જાણવું. શેષ મનુષ્ય-તિર્યંચોનું આયુષ્ય તેથી ન્યૂન અનેક પ્રકારનું છે.
વૈમાનિક દેવનું આયુષ્ય ૩૩ સાગ. છે. તે પાંચ અનુત્તર વિમાનના દેવ તથા સાતમી પૃથ્વીના નારકોના ઉત્કૃષ્ટ આયુષ્યની અપેક્ષાએ છે. વ્યંતર દેવતાઓનું એક પલ્યોપમ છે. પરંતુ દેવીઓનું તો ઉત્કૃષ્ટ ના પલ્યોપમ છે. તેમ જ જ્યોતિષમાં ૧ લાખ
૪૩૦