________________
મનુષ્ય પુરુષોની દેશોનપૂર્વકોટી પ્રમાણની છે. કેમકે ચારિત્ર ધર્મની પ્રાપ્તિ ઉત્કૃષ્ટથી એક પૂર્વકોટી આયુષ્યવાળાને આઠ વર્ષ પછી જ થાય છે.
કર્મભૂમિના મનુષ્યોની જઘન્ય સ્થિતિ એક અં. મુની છે અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. ચારિત્ર ધારણ કરવાની અપેક્ષાએ તેઓની સ્થિતિ જઘન્ય અં. મુની છે અને ઉત્કૃષ્ટ દેશોનપૂર્વકોટીની છે. ૩ પલ્યોપમ સુષમસુષમકાળના સમજવા જોઈએ.
પૂર્વવિદેહ અને પશ્ચિમ વિદેહ કર્મભૂમિના મનુષ્ય પુરુષોની જઘન્ય સ્થિતિ ક્ષેત્રની અપેક્ષાએ અં. મુ. અને ઉત્કૃષ્ટ દેશોનપૂર્વકોટિની છે. ચારિત્ર ધર્મની અપેક્ષા પ્રમાણે એ જ સ્થિતિ સમજવી. અકર્મભૂમિના મનુષ્ય પુરુષોની સામાન્યપણાથી જન્મની અપેક્ષાએ જધન્ય સ્થિતિ પલ્યના અસંખ્ય ભાગહીન ૧ પલ્યની છે. અને ઉત્કૃષ્ટ ૩ પત્યની છે. સંહરણની અપેક્ષાએ જઘન્ય સ્થિતિ ૧ અં. મુ.ની અને ઉત્કૃષ્ટ દેશોનપૂર્વકોટીની છે. અકર્મભૂમિમાં સંહત પૂર્વવિદેહ અપરવિદેના મનુષ્યની જધન્ય તથા ઉત્કૃષ્ટ એટલા જ કાળના આયુષ્યનો સંભવ છે. હૈમવત અને ઐરણ્યવતના અકર્મભૂમિના મનુષ્યોની જન્મની અપેક્ષાએ જઘન્ય સ્થિતિ અકર્મભૂમિમાં બતાવેલી છે. તેટલી જાણવી અને ઉત્કૃષ્ટ પૂરા એક પત્યની છે. સંહરણની અપેક્ષાએ પૂર્વવતુ જાણવી. હરિવર્ષ અને સમ્યકવર્ષના અકર્મભૂમિના મનુષ્ય પુરુષોની જન્મની અપેક્ષાએ સ્થિતિ જઘન્ય પલ્યના અસંખ્યાતમા ભાગથી હીન બે પલ્યની છે અને ઉત્કૃષ્ટ પૂરા બે પત્યની છે. સંહરણની અપેક્ષાએ પૂર્વવતું જાણવી. દેવકર અને ઉત્તરકુરના મનુષ્ય પુરુષોની જઘન્ય સ્થિતિ જન્મની અપેક્ષાએ પલ્યના અસંખ્યાતમા ભાગથી ન્યૂન ૩ પલ્યની છે અને ઉત્કૃષ્ટ પૂરા ૩ પલ્યની છે. સંહરણની અપેક્ષાએ પૂર્વવત્ જાણવી. અંતરદ્વીપના મનુષ્ય પુરુષોની જન્મની અપેક્ષાએ જઘન્ય દેશોન પત્યના અસંખ્યાતમા ભાગરૂપ છે અને ઉત્કૃષ્ટ પલ્યના અસંખ્યાતભાગની છે. સંહરણની અપેક્ષાએ પૂર્વવતુ જાણવી. નપુંસકોની સ્થિતિ :
નપુંસકોની સ્થિતિ જઘન્ય એક અં. મુની છે. આ તિર્યંચ અને મનુષ્યોની અપેક્ષાએ સમજવું અને ઉત્કૃષ્ટથી સાગરોપમની સ્થિતિનું કથન ૭મી પૃથ્વીના નારકોની અપેક્ષાથી કરેલ છે. કેમકે ૭મી પૃથ્વીના નારકોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની
૪૨૯