________________
દેવાધિ દેવોની સ્થિતિ જધન્ય ૭૨ વર્ષની છે. જેમ કે મહાવીર સ્વામીની આયુસ્થિતિ ૭૨ વર્ષની હતી અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૮૪ લાખ પૂર્વની હોય છે. ઋષભદેવ ભગવાનનું આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું હતું.
ભાવદેવોની સ્થિતિ જઘન્ય ૧૦ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની કહી છે. વાણવ્યંતર દેવોની સ્થિતિ ૧૦ હજા૨વર્ષની છે અને સર્વાર્થસિદ્ધ અનુત્તરવિમાનવાસી દેવોની સ્થિતિ ૩૩ સાગરોપમની હોય છે.
લોકાંતિક દેવોની સ્થિતિ :
પાંચમા દેવલોકના અંતમાં રહેનાર લોકાંતિક દેવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ આઠ સાગરોપમની સ્થિતિ છે.
પુરુષોની સ્થિતિ વિશે॰ :
પુરુષની સ્થિતિ જઘન્યથી અં. મુ.ની અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની કહી છે. કેમકે તેના સિવાય દેવોની આટલી સ્થિતિ નથી. તિર્યંચ યોનિક પુરુષોની જઘન્ય સ્થિતિ એક અં. મુ.ની અને ઉત્કૃષ્ટ ૩ પલ્યોપમની કહી છે. પુરુષમાં જલચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પની સ્થિતિ જઘન્ય અં. મુ.ની છે અને ઉત્કૃષ્ટ પૂર્વકોડીની છે. સ્થલચર પુરુષોની જઘન્ય સ્થિતિ એક અં. મુ.ની અને ઉત્કૃષ્ટ ૩ પલ્યની છે. ખેચર પુરુષોની સ્થિતિ જઘન્ય એક અં. મુ.ની અને ઉત્કૃષ્ટ પલ્યના અસંખ્યાતમા ભાગની છે.
સામાન્ય રીતે મનુષ્ય સ્થિતિ જઘન્ય અં. મુ.ની ઉત્કૃષ્ટ ૩ પલ્પની છે. તથા ધર્માચરણ ચારિત્રધર્મની અપેક્ષાએ જધન્ય સ્થિતિ એક અં. મુ.ની છે. આ કથન બાહ્યલિંગવાળી પ્રવજ્યા ધારણ કરવાની અપેક્ષાએ કહેલ છે. નહિ તો ચારિત્ર પરિણામ એક સમયવાળું પણ હોય છે.
સમક્તિની પ્રાપ્તિ પછી પલ્યોપમ પૃથ સુધીનો કાળ ક્ષપિત થઈ જાય છે. ત્યારે જીવને શ્રાવકપણું આવે છે. શ્રાવકપણાનો કાળ જે પલ્યોપમ પૃથક્ત્વ ઓછા એક ક્રોડાક્રોડી સાગરોપમનો છે. તેમાંથી જ્યારે સંખ્યાત સાગરોપમ ક્ષપિત થઈ જાય છે ત્યારે જીવને સર્વવિરતિરૂપ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. ચારિત્રધર્મની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિ"
૪૨૮