________________
અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછા ૩૧ સા.ની છે. - વિજય, વૈજ્યન્ત, જયંત, અપરાજિત વિમાનોમાં દેવોની સ્થિતિ જઘન્ય ૩૧ સાગ.ની છે અને ઉત્કૃષ્ટ ૩૩ સાગ.ની છે. તેમના બધાના પર્યાપ્તા દેવોની સ્થિતિ જધન્ય અં. મુ. ઓછા ૩૧ સાગ ની છે અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછા ૩૩ સાગ ની છે. સ્વાર્થસિદ્ધવિમાનવાસી દેવોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ ભેદથી રહિત ૩૩ સાગ.ની છે. તેના પર્યાપ્તા દેવોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ ભેદથી અં. મુ ઓછા ૩૩ સાગ.ની કહી છે. ભવિયદ્રવ્યદેવાદિની સ્થિતિનું વર્ણન:
ભવિયદ્રવ્ય દેવોની સ્થિતિ જઘન્ય અં. મુની છે અને ઉત્કૃષ્ટ ૩ પલ્યની કહી છે. તેમની અં. મુ. જઘન્ય સ્થિતિ કહેવાનું કારણ એ છે કે અં. મુના આયુષ્યવાળા પંચેન્દ્રિય તિર્યંચ દેવોમાં ઉત્પન્ન થઈ જાય છે. તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પત્યની કહેવાનું કારણ એ છે કે ઉત્તરકુરુ આદિમાં મનુષ્ય અને તિર્યંચોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની હોય છે. અને તેઓ મરીને નિયમથી દેવરૂપે ઉત્પન્ન થાય છે. આ ઉત્તરકુર આદિના જીવોને ભવિયદ્રવ્ય દેવો જ ગણવામાં આવે છે કારણકે તેઓ અર્થાત્ બધા જુગલિયા મરીને દેવગતિમાં જ ઉત્પન્ન થાય છે અન્ય ગતિમાં ઉત્પન્ન થતા નથી.
નરદેવોની સ્થિતિ અર્થાત્ ચક્રવર્તિની સ્થિતિ જઘન્ય ૭૦૦ વર્ષની અને ઉત્કૃષ્ટ ૮૪ લાખ પૂર્વની કહી છે. જેમ કે બ્રહ્મદત્ત ચક્રવર્તિની સ્થિતિ ૭૦૦ વર્ષની અને ભરત ચક્રવર્તિની સ્થિતિ ૮૪ લાખ પૂર્વની હતી. - ધર્મદેવની સ્થિતિ જઘન્ય અં. મુની છે. આ સ્થિતિ અપ્રમત્ત સંયતની અપેક્ષાએ ી છે. પ્રમત્ત સંયતની જઘન્ય સ્થિતિ ન સમયની કહી છે. અથવા જેનું આયુષ્ય એક અં. મુ. જ બાકી રહ્યું હોય એવો જીવ જો ચારિત્ર ધારણ કરી લે તો અં. મુ.ની સ્થિતિ ઘટે છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ દેશે ઉણી પૂર્વ કોડીની છે. તે ચારિત્રગ્રહણની અપેક્ષાએ કહેવામાં આવેલ છે. પૂર્વકોટિમાં જે દેશોનતા કહેવામાં આવી છે તે પૂર્વકોટિમાં આઠ વર્ષ ઓછા થવાના કારણે કહેવામાં આવી છે. કારણકે આઠ વર્ષની ઉંમર પહેલાં જીવમાં ચારિત્ર ગ્રહણ કરવાની યોગ્યતા સંભવતી નથી.
૪૨૭