________________
છે અને ઉત્કૃષ્ટ કાંઈક વિશેષ ૧ સાગરોપમની છે. ભવનવાસી દેવીની અને અસુરકુમારની દેવીઓની જઘન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષની છે અને ઉત્કૃષ્ટ કા પલ્યની છે. પર્યાપ્ત અસુરકુમાર દેવોની સ્થિતિ જઘન્ય અ મુ. ઓછી ૧૦ હજાર વર્ષની છે અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછી કાંઈક અધિક ૧ સાગ.ની છે. પર્યાપ્ત અસુરકુમાર દેવીઓની સ્થિતિ જઘન્ય અં. મુ. ઓછી ૧૦ હજાર વર્ષની છે અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછી જા પત્યની છે.
નાગકુમાર દેવોની સ્થિતિ જઘન્ય ૧૦ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ દેશે ઉણી બે પત્યની છે. તેના પર્યાપ્ત નાગકુમાર દેવની સ્થિતિ જઘન્ય અં. મુ. ઓછી ૧૦ હજાર વર્ષની એ ઉત્કૃષ્ટ અ.મુ. ઓછી દેશે ઉણી બે પલ્યની છે. નાગકુમાર દેવીની જઘન્ય ૧૦ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ દેશે ઉણી બે પલ્યની છે. નાગકુમાર દેવીની જઘન્ય ૧૦ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ દેશે ઉણી ૧ પલ્યની છે. તેના પર્યાપ્ત દેવીનો જઘન્ય અં. મુ ઓછી ૧૦ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ અં. મુ ઓછી દેશે ઉણી ૧ પલ્યની સ્થિતિ છે. આ જ પ્રમાણે સુવર્ણકુમાર દેવોની ઔધિક અર્થાત્ સમાન્ય પર્યાપ્ત અપર્યાપ્તનાં 'વિષયમાં જાણવા જોઈએ: યાવત્ સ્તનતકુમારો પર્યત નાગરકુમારની સમાન જ છે. પૃથ્વીકાય આદિ એકેન્દ્રિયોની સ્થિતિ:
અપર્યાપ્ત પાંચેય અકેન્દ્રિયની તેમાં સૂક્ષ્મ એકેન્દ્રિય અને બાદર એકેન્દ્રિય બધાની અપર્યાપ્તિની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અં. મુની છે. બાદર પૃથ્વીકાયની જઘન્ય અં. મુ અને ઉત્કૃષ્ટ ૨૨ હજાર વર્ષની સ્થિતિ છે. તેના પર્યાપ્ત બાદર પૃથ્વીકાયની જઘન્ય અં. મુ. અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછી ૨૨ હજાર વર્ષની સ્થિતિ છે.
બાદર અપકાયિકોની સ્થિતિ જઘન્ય અં. મુ. અને ઉત્કૃષ્ટ ૭ હજાર વર્ષની છે. તેના પર્યાપ્ત અપકાયિકોની સ્થિતિ જઘન્ય અં. મુ. અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછી ૭ હજાર વર્ષની છે.
બાદર તેઉકાયિકોની સ્થિતિ જઘન્ય અં. મુ. અને ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રીની છે. તેના પર્યાપ્ત તેઉકાયિકોની સ્થિતિ જઘન્ય અં. મુની છે અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછી ત્રણ અહોરાત્રીની છે.
૪૧૭