________________
બાદર વાયુકાયિકોની સ્થિતિ જઘન્ય અં. મુ. અને ઉત્કૃષ્ટ ૩ હજાર વર્ષની છે તેના પર્યાપ્ત તેઉકાયિકોની સ્થિતિ જઘન્ય અં. મુની છે અને ઉત્કૃષ્ટ અં. મુ ઓછી ૩ હજાર વર્ષની છે.
બાદર વનસ્પતિ કાયિકોની સ્થિતિ જઘન્ય અં. મુની અને ઉત્કૃષ્ટ ૧૦ હજાર વર્ષની છે. સાધારણ વનસ્પતિના પર્યાપ્તાની જઘન્ય અને ઉત્કૃષ્ટ અં. મુની છે. પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિની જઘન્ય સ્થિત અં. મુની છે અને ઉત્કૃષ્ટ અં. મુ ઓછી ૧૦ હજાર વર્ષની છે. બેઇન્દ્રિય આદિ વિક્લેન્દ્રિયની સ્થિતિ :
વિકલેન્દ્રિય અપર્યાપ્તાની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અં. મુ.ની છે. બેઇન્દ્રિયોની. સ્થિતિ જઘન્ય અં. મુની છે. અને ઉત્કૃષ્ટ ૧૨ વર્ષની છે. તેના પર્યાપ્તાની જઘન્ય અં. મુની છે અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછી ૧૨ વર્ષની છે. તેઇન્દ્રિયોની સ્થિતિ જઘન્ય અં. મુની છે અને ઉત્કૃષ્ટ ૪૯ દિવસની છે. તેના પર્યાપ્તાની સ્થિતિ જઘન્ય અં. મુ.ની છે અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછી ૪૯ દિવસની છે. ચૌરેન્દ્રિયની સ્થિતિ જઘન્ય અં. મુની છે અને ઉત્કૃષ્ટ છ માસની છે. તેના પર્યાપ્તાની સ્થિતિ જધન્ય અં. મુની છે. અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછી છ માસની છે. પંચનિયોની તિર્યંચોની સ્થિતિ :
અસંશી, સંજ્ઞીના બધાના અપર્યાપ્તાની સ્થિતિ અં. મુની છે.
પંચેન્દ્રિય તિર્યંચોની સ્થિતિ જઘન્ય અં. મુની છે અને ઉત્કૃષ્ટ ૩ પત્યની છે. તેના પર્યાપ્તાની સ્થિતિ જઘન્ય અં. મુ.ની છે અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછી ૩ પલ્યની છે.
સંમૂ૭િમ પંચેન્દ્રિય તિર્યંચોની સ્થિતિ જધન્ય અં. મુની છે અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની છે. તેના પર્યાપ્તાની સ્થિતિ જઘન્ય અં. મુ.ની છે એન ઉત્કૃષ્ટ અં. મુ. ઓછી ક્રોડપૂર્વની છે. ગર્ભજની જઘન્ય અં.મુની અને ઉત્કૃષ્ટ ૩ પત્યની છે. તેના પર્યાપ્તાનો જઘન્ય સ્થિતિ અં.મુની છે, અને અ.મુ. ઓછો ૩ પલ્યની છે.
જલચર પંચેન્દ્રિય તિર્યંચ સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચ, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચની
૪૧૮