________________
સ્થિતિ બીજી રીતે પણ બે પ્રકારની છે ઃ
(૧) ભવસ્થિતિ : એક ભવની સ્થિતિને ભવસ્થિતિ કહે છે.
(૨) કાયસ્થિતિ : એક કાયનો પરિત્યાગ કર્યા વિના અનેક ભવ વિષયને કાયસ્થિતિ કહે છે.
નારકોની સ્થિતિ :
નારકોની જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિ છે. અપર્યાપ્તા નારકોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્તની છે.
અપર્યાપ્તા બે પ્રકારની છે. લબ્ધિ અપર્યાપ્તા ને કરણ અપર્યાપ્તા. તેમાં નારકી, દેવો, અસંખ્યાત વર્ષવાળા તિર્યંચ અને મનુષ્ય તેઓ કરણ અપર્યાપ્તા જ હોય છે. લબ્ધિ અપર્યાપ્તની તેમાં ઉત્પત્તિનો સંભવ નથી. તેથી તેઓ ઉત્પત્તિના કાલથી જ કરણ અપર્યાપ્ત હોય છે. બાકીના તિર્યંચ અને મનુષ્ય ઉત્પત્તિકાલથી જ કરણ અપર્યાપ્તા અને લબ્ધિ અપર્યાપ્તા બંને હોય છે.
પર્યાપ્ત નારકોની સ્થિતિ જઘન્ય દશહજાર વર્ષમાં એક અંતમુહૂર્ત ઓછો અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમમાં અં. મુ. ઓછી સ્થિતિ બતાવી છે.
અપર્યાપ્તાનો કાળ ગયા પછી બાકીનો કાળ પર્યાપ્તાનો કહેવાય છે.
રત્નપ્રભા પૃથ્વીના નારકોની સ્થિતિ જઘન્ય ૧૦ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ એક સાગરોપમની છે. બધા નારકોની અપર્યાપ્તાની સ્થિતિ અંતમુહૂર્તની જ હોય છે.
રત્નપ્રભાના પર્યાપ્ત નારકોની સ્થિતિ જઘન્ય અ. મુ. ઓછી. ૧૦ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછી એક સાગરોપમની છે.
શર્કરાપ્રભાના તેના નારકોની સ્થિતિ જઘન્ય ૧ સાગરોપમની અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમની છે. તેના પર્યાપ્ત નારકોની જધન્ય અં. મુ. ઓછી ૧ સાગરોપમની અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછી ૩ સાગરોપમની છે.
વાલુકાપ્રભાના નારકોની સ્થિતિ જઘન્ય ૩ સાગરોપમની અને ઉત્કૃષ્ટ ૭
૪૧૫