________________
(૧૮મું) સ્થિતિદ્વાર
દંડક પ્રકરણમાં ૨૪ દ્વારોની શાસ્ત્રીય ચર્ચા-સૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે. એ વિચારણામાં ૧૮મા દ્વારમાં સ્થિતિ વિષયક ચર્ચા આવે છે. તેનું સંક્ષિપ્ત વિવરણ નીચે મુજબ છે.
સ્થિતિના અર્થો :
શાસ્ત્રમાં સ્થિતિના વિભિન્ન અર્થો પ્રાપ્ત થાય છે. (૧) અવસ્થાન એટલે સ્થિતિ (૨) આયુષ્યને સ્થિતિ કહેવાય છે. (૩) ગતિથી વિપરીત સ્થિતિ હોય છે અર્થાત્ ગતિની નિવૃત્તિરૂપ સ્વદેશથી અવચ્યુતિને સ્થિતિ કહે છે. (૪) જીવના પ્રદેશોની ઉથલપાથલ ન થાય તેને સ્થિતિ કહે છે.૪ (૫) જેટલા કાળ સુધી વસ્તુ રહે છે તે સ્થિતિ છે." (૬) કોઈ ક્ષેત્રમાં સ્થિત પદાર્થની કાળ મર્યાદાનું નિશ્ચય કરવું તેને સ્થિતિ કહે છે. (૭) પોતાના દ્વારા પ્રાપ્ત થયેલા આયુષ્યના ઉદયથી એ ભવમાં શરીરની સાથે રહેવું તેને સ્થિતિ કહેવાય છે.॰ (૮) જેનો જે સ્વભાવ છે તેનાથી વ્યુત ન થવું તે સ્થિતિ છે. યોગના વશથી કર્મસ્વરૂપમાં પરિણત પુદ્ગલ સ્કંધોનો કષાયના વશથી જીવમાં એક સ્વરૂપથી રહેવાના કાળને સ્થિતિ કહે છે.
F
સ્થિતિના ભેદો અને આગમમાં તેનું વિવેચન :
શાસ્ત્રમાં દર્શાવેલ સ્થિતિને વિભિન્ન પ્રકારે વિભાજિત કરવામાં આવેલ છે. સ્થિતિ બે પ્રકારની છે : (૧) જઘન્ય એટલે ઓછામાં ઓછી, (૨) ઉત્કૃષ્ટ એટલે વધારેમાં વધારે.
૪૧૪