________________
મા દેવલોકથી સર્વાર્થસિદ્ધ સુધીના દેવો મનુષ્યમાં જાય છે.
-ભગવતીસૂત્રના શતક ૧૮ અને ઉદ્દેશા પાંચમામાં શતક ૩ ઉદ્દેશા ૪થામાં અને ઉદ્દેશા પાંચમામાં ઉવવાય અને ચવણદ્વારનું વર્ણન કરવામાં આવેલ છે.
દેડકમાં ઉવવાય અને ચવણદ્વાર : संखमसंखा समाउ, गब्भतिरि विगय नारय सुराय ।
मणुआनियमा संखा, वणणंता थावर असंखार ॥२५॥ ગાથાર્થ - વિશેષાર્થ:
ગર્ભજ તિર્યંચનો એક, વિકસેન્દ્રિયના ત્રણ, સાત નરકનો એક અને દેવના ૧૩ એમ કુલ ૧૮ દંડકના જીવો એક સમયમાં સમકાળે ૧-૨-૩ ઇત્યાદિ સંખ્યા વડે સંખ્યા ઉત્પન્ન થાય. તેમજ અસંખ્યાત પણ ઉત્પન્ન થાય. કારણકે એ પ્રત્યેક દંડકના જીવો ઉત્કૃષ્ટથી અસંખ્ય અસંખ્ય છે. માટે એક સમયમાં ઉત્કૃષ્ટથી અસંખ્ય પણ ઉત્પન્ન થાય છે.
ગર્ભજે મનુષ્યો એક સમયમાં નિશ્ચયથી ૧-૨-૩ ઇત્યાદિ સંખ્યા વડે અવશ્ય સંખ્યાત જ ઉત્પન્ન થાય છે. પરંતુ અસંખ્ય કે અનંત ઉત્પન્ન ન થાય. કારણકે ગર્ભજ મનુષ્યોની આ જગતમાં સર્વ સંખ્યા ૭૮૨૨૮૧૬૨, ૫૧૪૨૬૪૨, ૩૭૫૯૩૫૪, ૩૯૫૦૩૩૬ આ ૨૯ અંક જેટલી સંખ્યા ગર્ભજ મનુષ્યોની હોય છે. - તથા પાંચ સ્થાવરના દંડકમાંના એક વનસ્પતિકાય એક સમયમાં અનંત ઉત્પન્ન • થાય છે. કારણકે સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદરૂપ વનસ્પતિજીવો આ જગતમાં જધન્યથી પણ અનંત છે. પરંતુ અસંખ્યાત કે સંખ્યાત નથી. અહિં વિશેષ એ છે કે પ્રત્યેક વનસ્પતિ જીવો અનંત નથી, પરંતુ અસંખ્ય જ છે. માટે પ્રત્યેક વનસ્પતિ તો એક સમયમાં અસંખ્ય જ ઉત્પન્ન થાય. અને ૪ સ્થાવરો સૂક્ષ્મ અથવા બાદર જીવો પણ જગતમાં અસંખ્ય અસંખ્ય જ છે. પરંતુ અનંત કે સંખ્યાત નથી, તેથી એ ૪ દંડકના જીવ એક સમયમાં સમકાળે (૧-૨-૩ ઇત્યાદિ સંખ્યાત નહિ પરંતુ) અસંખ્યાત ઉત્પન્ન થાય છે.
-
असन्नि नर असंखा, जहु उववाए तहेव चवणेवि२२ ॥२६॥
૪૧૧