________________
સંભવી શકતું નથી. દેવોમાંથી વૈમાનિકદેવના આવીને જીવો દેવાધિદેવરૂપે ઉત્પન્ન થઈ શકે છે. પરંતુ ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષી દેવોમાંથી દેવાધિદેવરૂપે ઉત્પન્ન , થતા નથી.
ભાવદેવમાં અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ-સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ, સંખ્યાતા વર્ષના સંશી મનુષ્ય અને અસંખ્યાતા વર્ષના સંશી મનુષ્ય ભાવ દેવરૂપે ઉત્પન્ન થાય છે.
ભવ્યદ્રવ્યદેવો પોતાના ભવને છોડીને નારકોમાં, તિર્યંચોમાં અને મનુષ્યોમાં ઉત્પન્ન થતા નથી. પરંતુ દેવોમાં જ ઉત્પન્ન થાય છે. કેમકે નારકાદિ ભવોમાં તેમની ઉત્પત્તિનો નિષેધ કર્યો છે. કેમકે દેવગતિમાં જ ઉત્પન્ન થવાના લક્ષણોનો સદ્ભાવ હોય છે. કોઈપણ પ્રકારના દેવોમાં ઉત્પન્ન થાય છે.
નરદેવો નરદેવ ભવનું આયુષ્ય પૂરું કરીને નારકોમાં જ ઉત્પન્ન થાય છે. અન્ય ત્રણ ગતિમાં ઉત્પન્ન થતા નથી. કારણકે નરદેવો કામભોગમાં રચ્યા પચ્યા રહે છે. તેઓ અતિશય આરંભ અને પરિગ્રહથી યુક્ત હોય છે. તેથી તેઓ નારકોમાં જ ઉત્પન થાય છે. જો ચક્રવર્તિરૂપનો પરિત્યાગ કરીને ધર્મદેવત્વ અંગીકાર કરે તો દેવગતિ કે મોક્ષગતિ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ નરદેવત્વની સ્થિતિમાં જ રહેનાર જીવો તો સાતે પૃથ્વીઓના નારકોમાં ઉત્પન્ન થાય છે.
ધર્મદેવો પોતાના ધર્મદેવ ભવને છોડીને નરક, તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી. તેઓ દેવોમાં જ ઉત્પન્ન થાય છે. કારણકે દેવાયુના બંધવાળાને જ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. દેવોમાં પણ વૈમાનિક દેવોમાં જ ઉત્પન્ન થાય છે. ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક દેવોમાં ઉત્પન્ન થતા નથી. કેટલાક ધર્મદેવો મોક્ષગતિને પ્રાપ્ત કરે છે.
દેવાધિદેવ તીર્થકર ભવને છોડીને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈને સમસ્ત દુઃખોનો અંત કરે છે.
ભાવદેવ તેમના ભાવદેવના ભવને છોડીને ભવનપતિથી બીજા દેવલોક સુધીના દેવો પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. ૩જા દેવલોકથી ૮મા દેવલોક સુધીના પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યમાં જાય છે.
૪૧૦