________________
સ્વીકારવામાં આવેલ છે. પરંતુ અવયવના એકદેશનું નિર્માણ થતું નથી. ૨૪ દંડકના વિષયમાં ઉપવાયનું સમજવું. આ રીતે વિસ્તૃત વર્ણન કરવામાં આવેલ છે. પાંચ પ્રકારના દેવોનું ઉવવાય અને ચવણ૯ :
ભવ્ય દ્રવ્યદેવો નારકો, તિર્યંચો, મનુષ્યો અને દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. પરંતુ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા અકર્મભૂમિજ તથા અંતરદ્વીપજ તથા સર્વાર્થસિદ્ધના દેવો, આ જીવો ભવ્યદ્રવ્યદેવ ઉત્પન્ન થતા નથી. કારણકે અસંખ્યાત વર્ષના અકર્મભૂમિજ મનુષ્યો અને તિર્યંચો તથા અંતરદ્વીપજ મરીને ભાગદેવરૂપે જ ઉત્પન્ન થાય છે, જે સર્વાર્થસિદ્ધકો છે. તેઓ ભવ્યદ્રસિદ્ધ થાય છે. તેમને ફરી બીજો ભવ લેવો પડતો નથી. એ જ ગૃહીત ભવમાંથી તેઓ મોલે ચાલ્યા જાય છે. નરદેવમાં નારકો અને દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. પરંતુ તિર્યંચો અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. નારકોમાંથી રત્નપ્રભા પૃથ્વીના નારકોમાંથી નીકળીને જીવ નરદેવરૂપે ઉત્પન્ન થાય છે. પરંતુ શર્કરામભાથી લઈને તમે તમા પૃથ્વી સુધીના નારકોમાંથી નીકળીને જીવો નરદેવરૂપે ઉત્પન્ન થતા નથી. દેવોમાંથી ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
ધર્મદેવમાં નારકોથી લઈને સર્વાર્થ સિદ્ધિક પર્વતના સમસ્ત જીવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. પરંતુ તેમાં ૬ઠ્ઠી અને ૭મી નારકાવાળા, તેઉકાયિક, વાયુકાયિક તથા અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિજ, અકર્મભૂમિ અને અંતરદ્વીપ જ મનુષ્યો અને તિર્યંચોમાંથી આવીને જીવો ધર્મદેવરૂપે ઉત્પન્ન થતા નથી. કારણકે જે નારકો છઠ્ઠી નરકમાંથી નીકળે છે તેમનામાં ચારિત્ર હોતું નથી. તથા ૭મી નરકમાંથી, તેઉકાય, વાઉકાયમાંથી, અસંખ્યાત વર્ષના આયુવાળા કર્મભૂમિજ, અકર્મભૂમિ અને અંતરભૂમિજ મનુષ્યો અને તિર્યોમાંથી નીકળેલા જીવો મનુષ્યરૂપે ઉત્પન્ન થઈ શકતા નથી. તેથી ચારિત્રના અભાવે તેઓ અણગારરૂપ ધર્મદેવ પણ થતા નથી.
દેવાધિદેવમાં નારકો અને દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. પરંતુ તિર્યંચો અને મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. નારકોમાંથી પ્રથમ ત્રણ નારકોમાંથી નીકળીને ઉત્પન્ન થાય છે. પરંતુ ૪ થી ૭ નારકોમાંથી નીકળેલા જીવોમાં દેવાધિદેવત્વ
૪૦૯