________________
તીર્થંકરત્વ પ્રાપ્ત કરી શકતા નથી. પરંતુ મોક્ષ મેળવી શકે છે.
તેઉકાયિક,વાયુકાયિક અનંતર ઉર્તન કરીને તીર્થંકરત્વ પ્રાપ્ત ન કરી શકે, અને મોક્ષ મેળવી ન શકે. કેમકે અનંતર ભવમાં મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકતા નથી. પરંતુ તે કેવલી ઉપદિષ્ટ ધર્મને શ્રવણ કરવામાં સમર્થ થાય છે.
વિકલેન્દ્રિય પોતપોતાના ભવથી ઉર્તન કરીને તીર્થંકરત્વ પ્રાપ્ત ન કરી શકે. પરંતુ મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે.પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો પોતપોતાના ભવોથી ઉર્તન કરીને તીર્થંકર નથી થઈ શકતા. પરંતુ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે.
વૈમાનિક દેવો પોતાના ભવથી ચ્યવન કરીને કોઈ તીર્થંકરત્વ પ્રાપ્ત કરી શકે છે અને કોઈ નથી કરી શકતા. ઇત્યાદિ બધું કથન જે રત્નપ્રભા પૃથ્વીના નારકના પ્રકરણમાં કહ્યું છે એ જ પ્રકારે સમજી લેવું જોઈએ.
ભગવતીસૂત્રના ૩૪મા શતકમાં સાત શ્રેણી બતાવીને ઉર્તન અને ચ્યવનનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલ છે.
ભગવતીસૂત્રના ૩૫મા શતકમાં કૃતયુગ્મ, જ્યોજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ આદિ રાશિ બતાવીને ૨૪ દંડકોનું ઉર્તન અને ચ્યવનનું વર્ણન કરવામાં આવેલ છે.
ભગવતી સૂત્રના ૪૦મા શતકમાં ઉવવાય અને ચવણદ્વારનું મહાયુગ્મ શતક બતાવીને વર્ણન કરવામાં આવેલ છે.
ભગવતીસૂત્રના ૪૧મા શતકમાં રાશિયુગ્મ શતર્ક બતાવીને ઉવવાય અને ચવણદ્વારનું વર્ણન કરવામાં આવેલ છે.
ભગવતીસૂત્રના પ્રથમ શતકના ત્રીજા ઉદ્દેશામાં ૨૪ દંડકોમાં ઉત્પન્ન થનારા જીવ પોતાના એક દેશથી, બીજા દંડકમાં એક દેશરૂપે ઉત્પન્ન થાય છે ? કે પોતાના એક દેશથી બીજામાં સર્વદેશરૂપે ઉત્પન્ન થાય છે ? કે પોતાના સર્વદેશથી બીજાના એકદેશરૂપે ઉત્પન્ન થાય છે ? કે પોતાના સર્વદેશથી બીજાના સર્વદેશરૂપે ઉત્પન્ન થાય છે ? આવા ચાર પ્રશ્નોમાંથી પ્રથમના ત્રણ રૂપે નહીં. પરંતુ તે પોતાના સર્વદેશથી બીજાના સર્વદેશરૂપે ઉત્પન્ન થાય છે. કારણકે સર્વ અવયવોથી જ કાર્યના સર્વ અવયવોની ઉત્પત્તિ
૪૦૮