________________
પૃથ્વીકાયની વક્તવ્યતા કહી તેવી જ પંચેન્દ્રિય તિર્યંચના ઉત્પાદની વક્તવ્યતા સમજવી.
પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોમાં જેમ નારકીના ઉત્પાદની પ્રરૂપણા કરી એ જ રીતે પંચેન્દ્રિય તિર્યંચની પણ કહેવી જોઈએ.
પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્ય ૨૪ દંડકોમાં ઉત્પન્ન થાય છે. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકનો ઉત્પાદ એ જ પ્રકારે જેવો ૨૪ દંડકોમાં અસુરકુમારનો કહ્યો છે તેવો સમજવો.
રત્નપ્રભા નારકીના નારક ત્યાંથી ઉર્તન કરીને કોઈ તીર્થંકર થઈ શકે છે. કોઈ નથી પણ થઈ શકતા. નારંક ત્યાંથી નીકળીને મનુષ્ય ભવમાં ઉત્પન્ન થાય છે. તેમાં કોઈ તીર્થંકર થઈ શકે છે અને કોઈ નથી થઈ શકતા. રત્નપ્રભા નારકીના નારકે પહેલાં ક્યારેય નામ કર્મનો બંધ કરેલ છે, સ્પષ્ટ નિત્ત, નિકાચિત, પ્રસ્થાપિત, નિવિષ્ટ કરેલ છે અને ઉદયમાં આવેલ છે. ઉપશાંત એ જ નારકો તીર્થંકર થાય છે. તે સિવાયના રત્નપ્રભા પૃથ્વીના નારક તીર્થંકરત્વને પ્રાપ્ત કરી શકતા નથી. એ જ પ્રમાણે શર્કરાપ્રભા અને વાલુકાપ્રભા પૃથ્વીકાયના નારકોનું સમજવું.
શંકપ્રભા પૃથ્વીના નારક ત્યાંથી ઉર્તન કરીને તીર્થંકરત્વ પ્રાપ્ત કરી શકતા નથી. પરંતુ કેવલજ્ઞાન મેળવી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. ધૂમપ્રભા નારકીના નારક ઉર્તન કરીને તીર્થંકરત્વ પ્રાપ્ત ન કરી શકે અને મોક્ષ પણ પ્રાપ્ત કરી શકતો નથી. પરંતુ સર્વવિરતી ચારિત્ર મેળવી શકે છે.
તમપ્રભા પૃથ્વીના નારક તીર્થંકર ન થઈ શકે. મુક્તિ પ્રાપ્ત કરી શકતો નથી. સર્વવિરતિ ચારિત્ર અંગીકાર કરી ન શકે, પરંતુ દેશવિરતિને પ્રાપ્ત કરી શકે છે. તમસ્તમા પૃથ્વીમાં નારક ઉર્તન કરીને તીર્થંકર ન થઈ શકે. મુક્તિ મેળવી ન શકે. સર્વવિરતિ કે દેશવિરતિને પ્રાપ્ત ન કરી શકે. પરંતુ સમક્તિ પ્રાપ્ત કરવામાં સમર્થ છે.
ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષી દેવો ત્યાંથી તીર્થંકરત્વ પ્રાપ્ત કરી શકતા નથી. પરંતુ મોક્ષ મેળવી શકે છે.
પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય પોતપોતાના ભવોથી ઉર્તન કરીને
૪૦૭