________________
વિશિષ્ટ મનોદ્રવ્યનો અભાવ છે. પૃથ્વીકાયિકો બીજા જ ભવમાં પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થઈ જાય છે. કેમકે તે ભવને યોગ્ય અધ્યવસાય હોય છે. અને તે સર્વજ્ઞ દ્વારા ઉપદિષ્ટ ધર્મનું શ્રવણ કરી શકતા નથી. એ જ પ્રકારે બાકીના ચાર એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયના વિષયમાં સમજી લેવું. પંચેન્દ્રિય તિર્યંચોમાં તથા મનુષ્યોમાં કોઈ ઉત્પન્ન થાય અને કોઈ ન થાય. એ જ પૃથ્વીકાય વાણવ્યંતર જ્યોતિષી અને વૈમાનિકમાં ઉત્પન્ન થતા નથી.
એ જ પ્રકારે જેવી પૃથ્વીકાયની વક્તવ્યતા કહી તેમ અપકાય અને વનસ્પતિકાયની વક્તવ્યતા સમજી લેવી.
તેઉકાયિક જીવ તેઉકાયિકમાંથી સીધા નારકીમાં અને દેવોમાં ઉત્પન્ન થતા નથી. પૃથ્વીકાયથી લઈને ચૌરેન્દ્રિય સુધી કોઈ ઉત્પન્ન થાય અને કોઈ ન થાય. તેઓ કેવલી પ્રરૂપિત ધર્મને શ્રવણ કરવામાં સમર્થ નથી. પંચેન્દ્રિય તિર્યંચોમાં કોઈ ઉત્પન્ન થાય અને કોઈ ન થાય. તેઓ કેવલી પ્રરૂપિત ધર્મને શ્રવણ કરવામાં કોઈ સમર્થ થાય છે અને કોઈ સમર્થ થતા નથી.
એ જ પ્રકારે વાયુકાયિક પણ સમજવા જોઈએ. તેઉકાયિક અને વાયુકાયિકનો મનુષ્યોમાં પણ ઉત્પાદ થતો નથી. કેમકે તે જીવો ક્લિષ્ટ પરિણામવાળા હોય છે. તેથી મનુષ્યમાં ઉત્પન્ન થવું અસંભવિત છે. હા, પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે.
બેઇન્દ્રિયજીવ બેઇન્દ્રિયોથી ઉદ્વર્તન કરીને પૃથ્વીકાયની સમાન ઉત્પન્ન થાય છે. તેઈન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોના ઉત્પાદ પણ બેઈન્દ્રિયના સમાન છે. વિશેષ એ છે કે પૃથ્વીકાયિક જીવ મનુષ્યોમાં ઉત્પન્ન થઈ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ બેઇન્દ્રિય જીવ મનુષ્ય થઈને પણ અંતક્રિયા કરવામાં સમર્થ નથી. પરંતુ ધર્મશ્રવણ યાવતું દીક્ષા લઈ શકે અને મન:પર્યતજ્ઞાન મેળવે છે. એ જ પ્રકારે તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોનું સમજવું.
પંચેન્દ્રિય તિર્યંચમાંથી ઉદૂવર્તન કરીને નારકોમાં કોઈ ઉત્પન્ન થાય અને કોઈ ન થાય. નારક થઈને કોઈ કેવલી પ્રરૂપિત ધર્મને શ્રવણ કરી શકે. કોઈ યાવત્ પૌષધોપવાસને અંગીકાર કરવામાં સમર્થ નથી. એ જ પ્રમાણે ભવનવાસી વાણવ્યંતર, - જયોતિષી અને વૈમાનિક દેવોમાં પંચેન્દ્રિય તિર્યંચનું ઉત્પાદ સમજવું. વિકસેન્દ્રિયમાં જેવી
૪૦૬