________________
ગાથાર્થ - વિશેષાર્થ :
અસંજ્ઞી મનુષ્યો (સંમુ૭િમ મનુષ્યો) જેઓ મનુષ્યના અપવિત્ર (૧૪ સ્થાનોમાં (વિષ્ટા-મૂત્ર-પ્રસ્વેદ વગેરેમાં) ઉત્પન્ન થાય છે. તે આ જગતમાં સર્વ સંખ્યાએ અસંખ્યાત જ હોય છે. તેથી એક સમયમાં તેઓની ઉત્પત્તિ પણ સમકાળે અસંખ્ય જેટલી છે. વળી આ સંમૂચ્છિમ મનુષ્યો કેટલીકવાર ૨૪ મુહૂર્ત સુધી બિલકુલ નથી હોતા, એમ પણ બને છે.
ચવણદ્વારમાં સર્વે દંડકોના ચવણની-અર્થાત્ મરણની સમકાલ સંખ્યા પણ સર્જાશે. ઉવવાયદ્વાર સમાન જાણવી. દંડકમાં ઉવવાય અને ચવશદ્વારમાં ચિંતનનું કારણ
ઉવવાય એટલે ઉત્પત્તિ અને ચવણ એટલે મરણ, જન્મ થવો અને મૃત્યુ પામવું. એ ક્રમ અનાદિકાળથી ચાલે છે. અનંતકાળ જન્મ, મરણ કરવામાં પસાર થઈ ગયો. જન્મ અને મૃત્યુ વચ્ચેના મનુષ્યભવમાં, આપણને જે સમય મળ્યો છે તે સમયે સફળ બનાવવા ચિંતન કરવાનું છે. ભવભ્રમણથી જો મુક્ત થવું હોય તો ધર્મથી ઉત્કૃષ્ટ આરાધના કરીને મૃત્યુને મહોત્સવ બનાવવાનો છે. ઉવવાય અને ચવણ શબ્દોનો વિચાર અને ચિંતન કરવાથી આધ્યાત્મિક ભાવો પ્રગટે છે. ચવણ અર્થાત્ મરણનો અંત થાય તો ઉવવાય અર્થાત્ ઉત્પત્તિ-જન્મનો પણ અંત થઈ જાય છે. અનંતા આત્માઓ જન્મ અને મરણથી મુક્ત થઈને સિદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર થઈ ગયા છે. આત્મા એ જ પરમાત્મા બની શકે છે. જેઓ ઉવવાય અને ચવણના પંજામાંથી મુક્ત થયા તે પરમાત્મા બની ગયા છે. આપણે પણ હવે તેમાંથી મુક્તિ મેળવવી હોય તો તેનું ચિંતન કરવું જરૂરી છે. ચિંતન કરવાથી શુભ ભાવોમાં વૃદ્ધિ થાય છે અને ક્રમિક સાધના કરતાં કરતાં વિવાય અને ચવણથી છૂટકારો મેળળીને આપણે પરમાત્મા બની શકીશું.
ટિપ્પણી :
૧. સ્થા. ઠા. ૧. સૂ. ૨૮
૨. સ્થા. ઠા. ૧. સૂ. ૨૮
૪૧૨