________________
ગોઠવનાર અરવિંદભાઈ, હસમુખભાઈ ઉપયોગી ઘણા પુસ્તકો આપનાર પં. રાજુભાઈ શાહ, પ્રવિણભાઈ શાહ તેમનો અંત:કરણથી આભાર માનું છું.
પીએચ.ડી.ના અભ્યાસમાં એલ.ડી. ઇન્ડોલોજીમાં ઉપાશ્રયમાં રહેવાની અનુજ્ઞા આપનાર મારા માર્ગદર્શક ડૉ. જિતેન્દ્રભાઈ બી. શાહ તેમજ શ્રેષ્ઠીવર્ય શ્રી શ્રેણિકભાઈ શેઠ વગેરેનો હાર્દિક આભાર માનું છું જ્યાં મને સુંદર અને શાંતિમય વાતાવરણ મળ્યું અને આ કાર્યને સુચારુરૂપે સંપન્ન કરી શકી.
આ કાર્યમાં નારણપુરા-અમદાવાદમાં તારાબાઈ આર્યાજી ટ્રસ્ટ સિદ્ધાંતશાળાની લાયબ્રેરી, લાલભાઈ દલપતભાઈ ઇન્ડોલોજીની બૃહદ્ જૈન લાયબ્રેરી, કોબાની વિશાળ જૈન લાયબ્રેરી તરફથી મને સંશોધન કાર્યમાં પુસ્તકોની પ્રાપ્તિ માટે ઘણી અનુકૂળતા મળી છે. તેના માટે તેમની પણ આભારી છું.
આ કાર્યમાં પોતાનો અમૂલ્ય સમય ફાળવી અંતરના ઉલ્લાસ ભાવે પૂફ રીડીંગ કરનાર પ્રો. રોહિતભાઈ આર. ગાંધી અને પ્રો. મેરુભાઈ ઝિંઝુવાડીયા કે શોધ પ્રબંધના સમગ્ર પૂરનું અંતરથી ચેકીંગ કરી આપ્યું. નિઃસ્વાર્થભાવે કાર્યને વેગવાન બનાવ્યું તે બદલ તેમના પ્રતિ અંતરની સદ્ભાવના સાથે આભાર વ્યક્ત કરું છું. શોધ પ્રબંધના કાર્યમાં યોગ્ય સહયોગ આપનાર નારણપુરા સંઘના મંત્રી, અખંડ સેવાના ભેખધારી શ્રી જયંતિભાઈ સંઘવીનો હૃદયથી આભાર માનું છું. '
સર્વથા અકિંચન વ્રતધારી જૈન સાધ્વીના આ સંશોધન કાર્યમાં દ્રવ્ય સહાય કરનાર સ્વજનોએ, ભક્તજનોએ મારા કાર્યને વધાવી, સંપત્તિને સાર્થક બનાવી, વિદ્યાદાનનો મહિમા વધાર્યો છે તે પ્રશંસનીય છે. આ પુસ્તક પ્રકાશનમાં તથા સુંદર રીતે બાઈન્ડીંગ કરી સમાજ સમક્ષ થઈ શક્યો છે. આ રીતે સેકડોના દ્રવ્ય-ભાવ સાથ સહયોગે “દંડક એક અધ્યયન” થિસીસ તૈયાર થયો છે. હું તો માત્ર નિમિતરૂપ છું. સર્વે ડોનરોના અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
શોધ પ્રબંધના કાર્યમાં પ્રિન્ટીંગના કાર્યને સમયસર આવું સુંદર પ્રકાશન કાર્ય પૂરું કરી આપનાર સહાયક દેવાંગ ચંપાવત તથા કોમ્યુટરમાં અક્ષરાંકન માટે કમલેશ પંચાલ, નિલેશ ચૌહાણ, અખિલેશભાઈ મિશ્રા કે જેમણે પ્રેસ સંબંધી કાર્ય જે લગની સાથે પૂર્ણ કર્યું તે વાસ્તવમાં અનુમોદનીય છે. તેમનાં સહયોગ વિના આટલું પરિસ્કૃત અને આકર્ષક પ્રકાશન થવું અશક્ય હતું. તેઓના પ્રતિ સદ્ભાવનાની સાથે આભારની લાગણી વ્યક્ત કરું છું. એમના સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં આ શોધ પ્રબંધમાં કાર્યમાં જે સહયોગી બન્યા છે તે બધાના પ્રતિ હું પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.
“દંડક એક અધ્યયન” એ કૃતિ જ્ઞાનગર્ભિત હોવાને કારણે તેમાં નિરૂપિત તત્ત્વજ્ઞાનની છણાવટ કરવી આવશ્યક લાગી. આ દષ્ટિએ આ શોધ પ્રબંધમાં તત્ત્વજ્ઞાનનું સવિસ્તર કરવું મને આવશ્યક લાગ્યું છે. તેમ કરવા જતા આ શોધ પ્રબંધમાં તત્ત્વવિચારણાનો ભાગ ઠીક-ઠીક સુદીર્ઘ લાગે તેવો સંભવ છે. પરંતુ તે સહેતુક છે. સવિસ્તર તત્ત્વવિચારણાનું મારું એક મહત્ત્વનું પ્રયોજન રહ્યું છે. જગતને દંડકનો અમૂલ્ય જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા પેદા કરવાનો અને
૧૧