________________
મારી સહપથગામિની મને શરુઆતથી એન્ડ સુધી સાથ આપનાર કોકિલકંઠી શિષ્યા ચાંદનીબાઈ મ. સ. છે. તેમનો આત્મિક સહયોગ તો આ કૃતિની સાથે જોડાયેલો જ રહેશે. મારામાં અદમ્ય ઉત્સાહ, શ્રદ્ધા અને આત્મ વિશ્વાસ જગાડનાર મારા શોધ પ્રબંધના કાર્ય માટે તે કેન્દ્રબિંદુ છે તે હું કેમ ભૂલી શકું?
જેમણે મને આત્મિય, સ્નેહલ સહયોગ આપ્યા એવા બધા, પૂ. ગુરુદેવો ૫. ગુરુણીમૈયાઓ અને શિષ્યાના સદ્ભાવમય સાનિધ્યમાં આ કાર્ય સંપન્ન થયું તેઓના પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આ બધાના સહકારથી મારી જ્ઞાનયાત્રા અને સાધનાયાત્રા સતત ગતિમાન રહી છે. તેમનું ઋણ સ્વીકારવા મારી પાસે શબ્દો નથી. તેમના પ્રોત્સાહન વગર આ કાર્ય શક્ય બન્યું ન હોત. તેમના પ્રતિ અંતરથી આભારની લાગણી વ્યક્ત કરું છું.
આ કાર્યનું પરમશ્રેય જૈન દર્શનના મર્મજ્ઞ, તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી, મૂર્ધન્ય મનીષી, ભારતીય સંસ્કૃતિના પુરાધા, જ્ઞાન અને ત્યાગમૂર્તિ એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડોલોજીના ડાયરેક્ટરનું ગૌરવવંતુ પ્રધાન પદ પ્રાપ્ત કરનાર ડો. જિતેન્દ્રભાઈ બી. શાહને છે કે જેઓ પોતાના અનેકવિધ કાર્યોમાં વ્યસ્ત રહેવા છતાં મને શ્રેષ્ઠ માર્ગદર્શન આપ્યું છે. દંડક પર આધારિત શોધ પ્રબંધમાં સહયોગ આપ્યો અને તેના વિષય વસ્તુને અધિકાધિક પ્રાસંગિક બનાવવાના હેતુથી માર્ગદર્શન આપ્યું. જો કે તેઓ નામ-સ્પૃહાથી પૂર્ણતઃ વિરત છે તો પણ આ કૃતિના પ્રણયવના મૂલ આધાર હોવાથી તેની સાથે તેમનું નામ સ્વતઃ જોડાઈ જાય છે. તેઓ મારા શોધ પ્રબંધના દિશાનિર્દેશક જ નથી પરંતુ મારા આત્મવિશ્વાસની પ્રતિષ્ઠા પણ છે. વસ્તુતઃ તેમનું દિશા નિર્દેશન જ આ શોધ કાર્યનું સૌંદર્ય છે. શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા બદલ ડૉ. જિતેન્દ્રભાઈ બી. શાહ પ્રત્યે અંતરના અહોભાવ સાથે આભારની લાગણી વ્યક્ત કરું છું.
આ શોધ પ્રબંધમાં મારા મન સામે જૈન સંતો અને સતીજીઓના જ્ઞાનંદાતા પ. જશુભાઈ દફતરી તરવરે છે. જેઓ જૈન ધર્મના અનુરાગી અને સાહિત્યના અભ્યાસી છે. પીએચ.ડી. કરતાં પહેલા બી. એ., એમ. એ કરવા માટે અપૂર્વ પ્રેરણા સાથે અભ્યાસ કરાવ્યો છે અને સહકાર આપ્યો છે. મુંબઈ રહેવા છતાં પત્ર દ્વારા મારા કાર્યની કાળજી લીધી છે. તે બદલ તેમના પ્રત્યે અંતરની સદ્ભાવના સાથે આભાર માનું છું. જૈન દર્શનના જ્ઞાતા પ્રો. રોહિતભાઈ આર. ગાંધીએ પણ પીએચ.ડી. કરવા માટે મને આંતરિક પ્રેરણા આપી ઉત્સાહ જગાડ્યો તે બદલ તેમના પ્રતિ હાર્દિક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.
આ કાર્યમાં મને અનેક રીતે સહકાર આપનાર, સંદર્ભ સામગ્રી પૂરી પાડનાર ઉત્સાહી મારા સંસારી ભાઈ હરખભાઈ પી. માલદે (M. Com, LL.B., C.A)નો હાર્દિક ભાવે આભાર માનું છું. મારા પ્રયત્નમાં આગવું પ્રોત્સાહન આપનાર, શ્રી ઘનશ્યામનગર સ્થા. જૈન સંઘના પ્રમુખ પદને શોભાવનાર, સંઘરત્ન અને શાસનરત્નના એવોર્ડ પ્રાપ્ત કરનાર આ ગ્રંથ પ્રકાશનમાં સહયોગી શ્રી મનસુખભાઈ જે. શાહ પ્રત્યે અહોભાવ સાથે આભારની લાગણી વ્યક્ત
આ શોધ પ્રબંધ હેતુ સિદ્ધાંતસાળામાં સુવિધા આપનાર, અભ્યાસ માટે અનુકૂળ સ્થાન