________________
અનુસંધાન દર્શાવવામાં આવ્યું છે.
પ્રથમ અધ્યાયમાં જૈન સૈદ્ધાંતિક સાહિત્યના ઇતિહાસની છણાવટ કરી છે. જૈન દર્શનના ૪૫ આગમોનું સંક્ષિપ્ત વિવેચન કરીને આગમ ગ્રંથો ઉપર લખાયેલ નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટકા આદિ બીન સાહિત્યનો ઈતિહાસ અને ત્યારબાદ તેના પરની વ્યાખ્યાઓનો ઇતિહસ કર્મ સાહિત્ય અને પ્રકરણ ગ્રંથોના ઇતિહાસનું વર્ણન કરવામાં આવ્યું છે.
બીજા અધ્યાયમાં જૈન સૈદ્ધાંતિક સાહિત્યમાં દંડકના સ્થાનનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેમાં દંડક પ્રકરણના મૂળ આગમિક સ્રોતનું સંશોધન રજૂ કર્યું છે. કર્તા ગજસારમુનિનું જીવનચરિત્ર, દંડક પ્રકરણ પર રચાયેલ ગ્રંથો, દંડકની ભાષા આદિ વિષયો ઉપર સૂક્ષ્મ અધ્યયન કરવામાં આવ્યું છે. ૨૪ દંડકોની સમજ સંક્ષિપ્ત વર્ણવેલી છે. દંડ શબ્દના આગમ સંમત તેમજ અન્ય ગ્રંથો સંમત વિવિધ અર્થો બતાવવામાં આવ્યા છે. ૨૪ દંડકના વિભાજનનું રહસ્ય પ્રસ્તુત કરેલ છે.
ચોથા અધ્યયામાં ૨૪ દંડકોના ર૪ કારોનું વિસ્તૃત વર્ણન કરી જૈન અને ઇતર ભારતીય દષ્ટિકોણની સીમામાં પાર્થિવ દુનિયાને સમજવાનો પ્રયત્ન કર્યો છે.
પાંચમાં અધ્યાયમાં દંડકોનું પંચસંગ્રહ, ગોમટસાર, કર્મગ્રંથ જેવા ગ્રંથોમાં તેમજ અન્ય દર્શનોનાં આવા પ્રકારના વર્ણનો અંગેની તુલનાત્મક તથા સમીક્ષાત્મક અધ્યયનની વિવક્ષા કરવામાં આવી છે.
છઠ્ઠા અધ્યાયમાં ઉપસંહારમાં સમગ્ર સંશોધન, અધ્યયનનો સારાંશ, અધ્યયનનું મહત્ત્વ અને અધ્યયન દ્વારા પ્રાપ્ત થનાર નિષ્કર્ષનું વર્ણન કરેલ છે.
આ સમગ્ર અધ્યયન માટે આગમગ્રંથો, વ્યાખ્યાગ્રંથો, પ્રકરણગ્રંથો, કોશો, દાર્શનિક સાહિત્ય અને પૂર્વે થયેલા સંશોધનોનો ઉપયોગ કરવામાં આવેલ છે અને પૂર્ણાહુતિ કરવામાં આવી છે.
શોધ પ્રબંધ માટે મને અનુજ્ઞા, આશીર્વાદ અને પ્રોત્સાહન અર્પનારા પ. પૂ. આ. ગુ. શ્રી છોટાલાલજી સ્વામીનાં સુશિષ્યો અને મારા ગુરુબંધુઓ પ્રશાંતમૂર્તિ ગાદિપતિશ્રી પ્રાણલાલજી સ્વામી, મધુર વક્તા પૂ. સુભાષમુનિ મ. સા. પરમપંથના પથદર્શક ઉપાધ્યાય પૂ. વિનોદમૂનિ મ. સા., કૃપાસિંધુ કુશળ કાર્યવાહક શ્રી પૂ. રમેશમુનિ મ. સા., સૌમ્યમૂર્તિ પૂ. નવીનમુનિ મ. સા, બિન સાંપ્રદાયિક શ્રી માનવમંદિર વૈયાવચ્ચ કેન્દ્ર કચ્છ બીદડાના પ્રણેતા, તપસ્વી રત્ન પૂ. દિનેશમુનિ મ. સા., વિદ્વાનવક્તા પૂ. નરેશમુનિ મ. સા., જ્ઞાની પૂ. સુરેશમુનિ મ. સા., તપસ્વી પૂ. હિતેશમુનિ મ. સા.નો અંતરથી આભાર માનું છું.
મને તન અને મનથી અમૂલ્ય સહયોગ આપનાર, મારા સંયમ જીવનના ઘડવૈયા પ્રવર્તિની પૂ. ગુરુણીમૈયા મણીબાઈ સ્વામી, તથા કૃપાશિષના કલ્પતરુ, પ્રખર વક્તા પૂ. ગુરુણીમૈયા જયાબાઈ સ્વામીના ઋણનો અંતઃકરણપૂર્વક સ્વીકાર કરું છું. જેઓ મારી આત્મતૃપ્તિનો આધાર છે. તેઓશ્રીનો સહયોગ મારી શ્રુત સાધનાનું પ્રમાણ છે.