________________
પ્રસ્તુતિ
સર્વ પ્રથમ હું હૃદયની અસીમ આસ્થાની સાથે નત મસ્તક છું. પરમ પાવન પરમાત્મા અને તેમની કલ્યાણકારિણી વાણીના પ્રતિ જે મારી શ્રુત સાધનાના અવલંબન બન્યા. જે મારી દર્શન વિશુદ્ધિ આત્મશુદ્ધિની સાથે આ કૃતિના સર્જનના આધાર બન્યા.
આ મહાનિબંધના મૂળસ્રોત મારા સંસાર પક્ષી જનની છે. જેઓએ મારામાં સંસ્કારનું સિંચન કર્યું. તેમના અંતરમાં ભાવના હતી કે મારી પુત્રી દીક્ષિત થાય એટલું જ નહિ પરંતુ વિશિષ્ટ પ્રકારે શિક્ષિત થઈ સ્વ સાધના સાથે શાસનની શાન વધારે. મારા કાર્યની સફળતા તે તેમના સંસ્કાર અને ઉદાત્ત ભાવનાને જ આભારી છે.
આ શોધકાર્યની સંપન્નતા મહાન આત્મ સાધક, સર્વતોમુખી પ્રતિભાવી, વિભૂષિત, સકલ સંઘ હિતચિંતક, અનેક સમર્થ પ્રભાવક શિષ્ય શિષ્યાઓના ઘડવૈયા, જાજવલ્યમાન જિનાજ્ઞા-જયણા-જીવરક્ષાના પરમ ચાહક જૈન જગતના ઉત્તમોત્તમ અમૂલ્ય જવાહર, મમ શ્રદ્ધા મૂર્તિ પ. પૂ. આચાર્ય ગુરુદેવશ્રી છોટાલાલજી સ્વામીની દિવ્યકૃપા વિના સંભવ ન હતી. આ કાર્યના પરોક્ષ પ્રેરક તેઓ છે. તેમની અદશ્ય પ્રેરણા જ મારા આત્મવિશ્વાસમાં અટલ આધાર બન્યા. આ કૃતિની પૂર્ણતાની પળોમાં તેમના પાવન ચરણોમાં મારા શ્રદ્ધાપૂર્વકના અનંત-અનંત વિંદન છે.
સંયમ જીવનમાં જૈન વિદ્યામાં વિદ્યા ભાસ્કર જૈન સિદ્ધાંત આચાર્ય સાહિત્યરત્ન બી. એ., એમ. એ., આદિ ધાર્મિક અને વ્યવહારિક પરીક્ષા પાસ કરતાં મને તત્ત્વજ્ઞાનમાં ઊંડો રસ જાગ્યો. વિદ્યા વાચસ્પતિના અભ્યાસ અન્વયે શોધ નિબંધના અનેક વિષયોનો વિચાર કર્યા પછી ૨૪ દંડક વિશેનો વિષય નક્કી કર્યો. આગમના ઊંડા રહસ્યને પામવા મને દંડકનું જ્ઞાન ખૂબ જ યુઝફૂલ લાગ્યું. આ શોધ પ્રબંધમાં દંડક વિષયક જૈન વિભાવને કેન્દ્રમાં રાખી અન્ય ભારતીય દર્શનોના પ્રવાહોનો પરિચય આપ્યા બાદ જૈન દર્શનના સાત્વિક અને તાત્ત્વિક સત્યો સાથેનું તેનું