________________
ત્રીજા ભાગના ત્રીજા ભાગનો ત્રીજો ભાગ બાકી રહેતાં, કદાચ ત્રિભાગ ત્રિભાગ બાકી રહેતું આયુષ્યબાંધે છે. અર્થાત્ ૨૭ ભાગના ત્રીજા ભાગમાં અર્થાત્ સંપૂર્ણ આયુષ્યના ૮૧માં ભાગમાં આગામી ભવના આયુનો બંધ કરે છે. અને કોઈ જીવ ૮૧માં ભાગમાં આગામી ભવના આયુનો બંધ કરે છે. અને કોઈ જીવ ૮૧ના ત્રીજા ભાગમાં અર્થાતુ સંપૂર્ણ આયુના ૨૪૩માં ભાગમાં આગલા ભવનો આયુબંધ કરે છે. કોઈ જીવ તો તેમના પણ ત્રીજા ભાગના અર્થાત્ ૭૨૯મા ભાગમાં આયુનો બંધ કરે છે. અથવા એ સમયે પણ આયુનો બંધ ન કર્યો હોય તો વર્તમાન આયુનો અંતરમુહૂર્ત કાલ શેષ રહેતાં તો અવશ્ય નવીન આયુનો બંધ કરી લે છે. એ જ પ્રકારે યાવત્ ચૌરેન્દ્રિયનું કથન પણ કહેવું.
તિર્યંચો બે પ્રકારના છે. સંખ્યાત વર્ષની આયુવાળા અને અસંખ્યાત વર્ષની આયુવાળા. જે અસંખ્યાત વર્ષની આયુવાળા હોય તેઓ નિયમથી છ માસ આયુ શેષ રહેતાં પરભવના આયુષ્યને બાંધે છે. અને સંખ્યાત વર્ષની આયુવાળા બે પ્રકારના છે. સોપક્રમી અને નિરૂપક્રમી. તેઓના આયુબંધ પૃથ્વીકાય પ્રમાણે જાણવા અને મનુષ્યનું પણ એ જ પ્રમાણે જાણવું જોઈએ. આયુબંધ કેટલા પ્રકારના?":
આયુના બંધ ૬ પ્રકારના કહ્યા છે. ગતિનામ, જાતિનામ, સ્થિતિનામ, અતગાહના નામ, પ્રદેશનામ અને અનુભાગ નામ.
નારકોના આયુબંધ છ પ્રકારના છે. એ જ પ્રકારે યાવતુ વૈમાનિકો સુધી ગતિ નામ નિધત્તાયુ જધન્ય ૧, ૨ અથવા ૩ આકર્ષોથી અને ઉત્કૃષ્ટ આઠ આકર્ષોથી બાંધે છે. એ જ પ્રકારે યાવતું અનુભાગ નિધત્તાયુ પણ... એ જ પ્રકારે નારકોથી યાવત્ વૈમાનિકો સુધી જાણવું.
જીવોમાં જઘન્ય ૧, ૨ અથવા ૩ અને ઉત્કૃષ્ટ આઠ આકર્ષો દ્વારા બંધ કરવાવાળાઓમાં અલ્પ બહુત્વ. બધાથી ઓછા જાતિનામ નિધત્તાયુને આઠ આકર્ષોથી બાંધવાવાળા છે. તેમાંથી સાત આકર્ષોથી બાંધવાવાળા સંખ્યાતગણા છે છ આકર્ષોથી બાંધવાવાળા તેનાથી સંખ્યાતગણી છે. પાંચ આકર્ષોથી બાંધવાવાળા તેનાથી સંખ્યાતગણા
૪૦૩