________________
મનુષ્યો સિવાય ઉત્પન્ન થાય છે. તેજસ્કાયિકો અને વાઉકાયિકોનો પોતાના ભવથી ઉદ્વર્તન થતાં તિર્યચોમાં જ થાય છે.
પંચેન્દ્રિય તિર્યંચ ઉદ્વર્તન કરીને નારકોમાં યાવત્ દેવોમાં ઉત્પન્ન થાય છે. સાતેય નારકોમાં ઉત્પન્ન થાય છે. તિર્યંચોમાં એકેન્દ્રિયોમાં યાવત્ પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે. આ જેવો તેમનો ઉવવાય કહ્યો છે તેવી જ ઉદ્વર્તન પણ કહેવી જોઈએ. વિશેષતા એ છે કે અસંખ્યાત વર્ષની આયુયોવાળાઓમાં પણ ઉત્પન્ન થાય છે. જો . મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે, તો સમુચ્છિમ અને ગર્ભજ મનુષ્યો બંનેમાં પણ તેઓ ઉત્પન્ન થાય છે. એ રીતે વિવાય પ્રમાણે તેની ઉદ્દવર્તના કહેવી જોઈએ. વિશેષ એ છે કે અકર્મભૂમિ જ ગર્ભજ મનુષ્યમાં અને અંતરદ્વીપ જ ગર્ભજ મનુષ્યોમાં તથા અસંખ્યાત વર્ષની આયુવાળાઓમાં પણ તેઓ ઉત્પન્ન થાય છે. દેવોમાં ભવનપતિ થાવત્ વૈમાનિકમાં સહસાર કલ્પ પર્યત ઉત્પન્ન થાય છે.
મનુષ્યો નારકોમાં યાવત્ દેવોમાં પણ ઉત્પન્ન થાય છે. એ રીતે સર્વાર્થસિદ્ધ દેવોમાં પણ ઉત્પન્ન થાય છે. અને કોઈ સર્વ દુઃખોને કરીને મોક્ષમાં પણ જાય છે. મનુષ્યોનો બધા સ્થાનમાં વિવાય થાય છે. પરભવના આયુના બંધ:
નારકીય જીવ નિયમથી છ માસ આયુષ્ય બાકી રહેતાં પરભવનો આયુષ્ય બાંધે છે. એ જ પ્રકારે બધા દેવોનું સમજવું.
પૃથ્વીકાયિક બે પ્રકારનાં છે. ઉપક્રમયુક્ત આયુવાળા અને ઉપક્રમ રહિત આયુવાળા. આયુષ્યનો વિઘાત કરનારા વિષ, શસ્ત્ર, અગ્નિ, જળ આદિ ઉપક્રમ કહેવાય આ ઉપક્રમોનાયોગથી દીર્ધકાળમાં ધીરે ધીરે ભોગવાતું આયુ જલ્દીથી ભોગવાઈ જાય છે. જે આયુ ઉપક્રમયુક્ત હોય તે સોપક્રમ કહેવાય છે. અને જે આયુ ઉપક્રમથી પ્રભાવિત ન થઈ શકે તે નિરૂપક્રમ કહેવાય છે. તેમાંથી જે નિરૂપક્રમ આયુવાળા છે તેઓ નિયમથી આયુષ્યનો ત્રીજો ભાગ શેષ રહેતાં પરભવનું આયુષ્ય બાંધ છે અને જેઓ સોપક્રમ આયુવાળા છે તેઓ કદાચ આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહેતાં પરભવનુંઆયુષ્ય બાંધે છે. કદાચ આયુષ્યના ત્રીજા ભાગનો ત્રીજો ભાગ બાકી રહેતાં, કદાચ
૪૦૨