________________
છે. દેવોમાં ઉત્પન્ન થતા નથી. તિર્યંચોમાંથી એકેન્દ્રિયમાં યાવત્ ચૌરેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી. એ રીતે જેમનાથી ઉવવાય કહ્યો છે તેમનાથી ઉર્તના પણ કહેવી જોઈએ. વિશેષ એ છે કે તેઓ સમુચ્છિમમાં ઉત્પન્ન થતા નથી. આમ સમસ્ત પૃથ્વીઓનું કહેવું જોઈએ. વિશેષ એ છે કે સાતમી પૃથ્વીના નારકો મનુષ્યોમાં ઉત્પન્ન થતા નથી. નારકો સંખ્યાત વર્ષની આયુવાળા પંચેન્દ્રિય તિર્યંચોમાં અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. પરંતુ ૭મી પૃથ્વીથી નીકળીને ગર્ભજ સંખ્યાત વર્ષની આયુવાળા પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે.
અસુરકુમાર ઉર્તના કરીને નારકો અને દેવોમાં ઉત્પન્ન થતા નથી. તિર્યંચો અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. તિર્યંચોમાં એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે. બેઇન્દ્રિયોમાં યાવત્ ચૌરેન્દ્રિયીમાં ઉત્પન્ન થતા નથી. એકેન્દ્રિયોમાં પૃથ્વીકાયિક, અપકાયિક અને વનસ્પતિકાયિકોમાં ઉત્પન્ન થાય છે. તેજસ્કાયિકોમાં અને વાઉકાયિકોમાં ઉત્પન્ન થતા નથી. પૃથ્વીકાયિકોમાં સૂક્ષ્મ પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થતા નથી. બાદર પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે. બાદર પૃથ્વીકાયિકોમાં પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે. અપર્યાપ્તકોમાં નહિં. એ જ પ્રકારે યાવત્ અપકાયિકે અને વનસ્પતિકાયિકોના વિષયમાં પણ કહેવું જોઈએ. પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યમાં જે રીતે નારકોની ઉર્તના સંમૂર્ચ્છિમોને છોડીને એ જ પ્રકારે કહેવું જોઈએ. એ જ પ્રકારે યાવત્ સ્તનિતકુમાર, વાણવ્યંતર, જ્યોતિષ્ક, સૌધર્મ, ઈશાનના વૈમાનિક અસુરકુમારોના સમાન વિશેષ જ્યોતિષ્ઠે અને વૈમાનિક માટે ચ્યવન કરે છે એમ કહેવું. સનત્કુમારોના દેવો સંબંધી અસુરકુમારોના સમાન વિશેષ એ છે કે એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થતા નથી. એ જ રીતે યાવત્ સહસાર દેવ સુધી આનત યાવત્ અનુત્તરોપપાતિક દેવ એ જ પ્રકારે. વિશેષ એ છે કે તિર્યંચોમાં તેઓ ઉત્પન્ન થતા નથી. પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. મનુષ્યોનો બધા સ્થાનમાં ઉવવાય થાય છે.
પૃથ્વીકાયિકો તિર્યંચો અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. નારકો અને દેવોમાં ઉત્પન્ન થતા નથી. એ રીતે જેવો તેમનો ઉવવાય કહ્યો છે તેવી જ ઉર્તના પણ દેવો સિવાય કહેવી જોઈએ. એ જ પ્રકારે અપકાયિક, વનસ્પતિકાયિક, વિકલેન્દ્રિય વિશે પણ સમજવું અને એ જ પ્રકારે તેજસ્કાયિકો અને વાઉકાયિકોનું સમજવું. વિશેષ એ છે કે
૪૦૧