________________
(૧) જે ઇંડાથી ઉત્પન્ન થાય છે તે અંડજ જન્મ છે. (૨) જે જેર સહિત ઉત્પન્ન થાય તે જરાય જ છે.
(૩) જે ઉત્પન્ન થતાંજ દોડવા લાગે છે તે પોતજ છે. (૨) સમુચ્છિમ : .
આમ તેમ કેટલાક પરમાણુઓના મિશ્રણથી જે સ્વતઃ ઉત્પન્ન થઈ જાય છે. તે સંમુછિમ છે. જેમ કે દેડકાં વિગેરે (૩) ઉવવાયજઃ
જાણે કે સૂતેલી વ્યક્તિ જાગી ગઈ હોય તે ઉવવાય જ જન્મ છે. ' '
દેવ અને નારકી પોતાના ઉત્પત્તિ સ્થાનમાં આ રીતે ઉત્પન્ન થાય છે. ઉવવાય બે નો કહ્યો છે. દેવોનો અને નારકોનો.
ઉદ્વર્તના બેની કહી છે. નારકોની અને ભવનપતિ દેવોની. આગમમાં ઉવવાય અને ચવણનું વિસ્તૃત વિવેચન :
ચારેય ગતિનો સમુચ્ચય વિરહ અર્થાત્ ઉવવાય રહિતપણું? નરકગતિનો વિરહકાળ જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્ત સુધી છે. . તિર્યંચગતિનો વિરહકાળ જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્ત સુધી. મનુષ્યગતિનો વિરહકાળ જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્ત સુધી. દેવગતિનો વિરહકાળ જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્ત સુધી. સિદ્ધગતિનો વિરહકાળ જધન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ છ મહિના સુધી.
ચાર ગતિમાં ઉદ્વર્તના અર્થાત્ એવો કેટલો સમય છે કે જ્યારે કોઈપણ જીવ ગતિમાં બહાર ન નીકળે. તે જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્ત છે. સિદ્ધોની ઉદ્વર્તના થતી નથી. તેથી તેનું નિરૂપણ કરાયું નથી.