________________
શરીરમાં ઉપયોગ :: ઔદારિક શરીર, તૈજસ શરીર અને કાર્મણ શરીરમાં ૧૨ ઉપયોગ હોય છે.
વૈક્રિય શરીરમાં ૩ અજ્ઞાન, ૪ જ્ઞાન અને ૩ દર્શન એ દશ ઉપયોગ હોય છે. વૈક્રિય શરીરીને કેવલજ્ઞાન અને કેવલદર્શન થતું નથી.
આહારક શરીરમાં - ૪ જ્ઞાન અને ૩ દર્શન એ સાત ઉપયોગ હોય છે. આહારક શરીર સમક્તિને જ હોય છે. તેથી ૩ અજ્ઞાન ન હોય. આહારક શરીરીને પણ કેવલજ્ઞાન અને કેવલદર્શન ન હોય. કષાયમાં ઉપયોગ -
કષાયમાં - ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન અને ૩ દર્શન એમાં ૧૦ ઉપયોગ હોય છે. કષાયના સદ્ભાવમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન થતાં નથી. અર્થાત્ એ બે ઉપયોગ ન હોય.
અકષાયમાં - ૫ જ્ઞાન અને ૪ દર્શન એ નવ ઉપયોગ હોય છે. અકષાયમાં અજ્ઞાનનો સંભવ નથી કેમકે અકષાયી જીવ નિયમા સમક્તિ હોય છે. લેશ્યામાં ઉપયોગ -
કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજોવેશ્યા અને પદ્મવેશ્યા એ પાંચ લેશ્યામાં ૧૦ ઉપયોગ હોય છે. કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બે ઉપયોગ તેમાં ન હોય કેમકે તેરમે અને ચૌદમે ગુણસ્થાને એ પાંચેય વેશ્યાઓ હોતી નથી.
શુક્લ લેગ્યામાં ૧૨ ઉપયોગ હોય છે કેમકે ૧૩ ગુણસ્થાનમાં શુકલેશ્યા હોય છે.
અલેશીમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બે ઉપયોગ હોય છે. ૧૪મા ગુણસ્થાનમાં લેશ્યા હોતી નથી. પરંતુ ઉપરના બે ઉપયોગ હોય છે. વેદમાં ઉપયોગ -
સ્ત્રીવેદી, પુરુષવેદી અને નપુંસવેદીમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન વર્જીને ૧૦
૩૮૯