________________
સમજાવવા માટે ઉપયોગને દંડક ગણવામાં આવેલ છે. ઉપયોગ દંડક હોય તો શુદ્ધોપયોગ પણ દંડક ગણાય ? -
ઉપયોગને દંડક કહેલ છે. પરંતુ શુદ્ધોપયોગ દંડક ન ગણાય. કેમકે શુદ્ધોપયોગ તો કેવલજ્ઞાન અને કેવલદર્શન જ ગણાય છે. બીજા ઉપયોગ હોવા છતાં તેને ચારગતિમાં પરિભ્રમણ કરીને દંડ - શિક્ષા ભોગવવી પડે છે. પરંતુ શુદ્ધોપયોગ પ્રાપ્ત થઈ ગયા પછી તેને ચાર ગતિમાં ભ્રમણ કરવું પડતું નથી. તે કમરહિત થઈને મોક્ષમાં પહોંચી જાય છે. કર્મમુક્ત થઈ જતાં શાશ્વત સુખ પ્રાપ્ત થઈ જાય છે. માટે શુદ્ધોપયોગને દંડકમાં ગણી ન શકાય. ગુણસ્થાનમાં ઉપયોગ -
પહેલા અને ત્રીજા ગુણસ્થાનમાં ૩ અજ્ઞાન અને ૩ દર્શન એ ૬ ઉપયોગ હોય છે. જ્ઞાન તેમાં હોતાં નથી. મિથ્યાત્વ અને ત્રીજા મિશ્રગુણસ્થાનમાં અજ્ઞાન જ હોય છે. કેવલદર્શન પણ જ્ઞાનીને જ થાય છે. માટે એ બે ગુણસ્થાનમાં કેવલદર્શન પણ ન હોય.
બીજા ગુણસ્થાનમાં - ૩ જ્ઞાન અને ૩ દર્શન એ છે ઉપયોગ હોય છે. બીજા ગુણસ્થાનમાં સાસ્વાદાન સમકિત હોય છે. સમકિત હોવાથી અજ્ઞાન ત્યાં, ન હોય. મન:પર્યવજ્ઞાન અપ્રમત્તસંયત મુનિને જ હોય છે. કેવલજ્ઞાન ને કેવલદર્શન ૧૩ અને ૧૪મા ગુણસ્થાને હોય છે. માટે ઉપરના છ ઉપયોગમાં હોય છે.
ચોથા અને પાંચમાં ગુણસ્થાનમાં પણ ઉપર પ્રમાણે છ ઉપયોગ અર્થાત્ ૩ જ્ઞાન અને ૩ દર્શન હોય છે.
છઠ્ઠાથી ૧૨ ગુણસ્થાનમાં - ૪ જ્ઞાન અને ૩ દર્શન એ સાત ઉપયોગ હોય છે.
તેરમાં અને ચૌદમાં ગુણસ્થાનમાં - કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બે ઉપયોગ હેય છે. કેમકે છબસ્થપણું રહેતું નથી. છદ્મસ્થમાં દશ ઉપયોગ હોય છે. અને કેવલીમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બે ઉપયોગ હોય છે.
૩૮૮