________________
. બાર ઉપયોગમાંથી ગર્ભજ મનુષ્યોને ૧૨ ઉપયોગ હોય છે. નારકીના દંડકમાં, દેવના ૧૩ દંડકમાં, તેમ જ ગર્ભજ તિર્યંચમાં મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, કેવલદર્શન રહિત ૯ ઉપયોગ હોય છે. સ્થાવરના પાંચેય દંડકમાં ૨ અજ્ઞાન અને ૧ અચક્ષુદર્શન સહિત ત્રણ ઉપયોગ હોય છે. બેઇન્દ્રિયના દંડકમાં અને તે ઇન્દ્રિયના દંડકમાં ૨ જ્ઞાન, ૨ અજ્ઞાન અને ૧ અચક્ષુદર્શન એપ ઉપયોગ હોય છે. ચૌરેન્દ્રિયના દંડકમાં ૨ જ્ઞાન, ૨ અજ્ઞાન અને ૨ દર્શન સહિત ૬ ઉપયોગ હોય છે.
બાર ઉપયોગમાંથી કેવલજ્ઞાન સાકાર ઉપયોગ અને કેવલદર્શન અનાકારોપયોગ સૌથી શ્રેષ્ઠ છે. અને તે મનુષ્યના દંડકમાં ગર્ભજ મનુષ્યને જ પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપયોગ આવી જતાં એ જ ભવમાં મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. દેડકમાં ઉપયોગનો સમાવેશ કેમ કરવામાં આવેલ છે? - - દંકડનો અર્થ છે દંડાવું. દરેક ગતિમાં જીવને દંડકમાં રહેલા ૨૪ ઋદ્ધિ મળે છે. કોઈ પણ જીવ એવો નથી કે જેને ઉપયોગ ન હોય. ઉપયોગ વિના તો જીવ ચેતન મટીને જડ થઈ જાય છે. પરંતુ એવું બનતું નથી. અનાદિ કાળથી જીવમાં ઉપયોગ રહેલો છે. અને અનંતકાળ સુધી ઉપયોગ જીવમાં રહેવાનો જ છે. કેમકે જ્ઞાન અને દર્શન તો આત્માના મૂળ ગુણો છે. આત્મા જે ગતિમાં જાય છે. તેની સાથે એ ગુણો પણ જાય છે.
દંડકમાં ઉપયોગનો સમાવેશ એટલા માટે કર્યો છે કે આત્મા એ જ પરમાત્મા બની શકે છે. એવું સાચું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે. જેમ બીજનો ચંદ્ર પુનમના દિવસે પૂર્ણ થઈ જાય છે. એવી જ રીતે કર્મના આવરણો દૂર થઈ જતાં આત્મા એ જ પરમાત્મા અર્થાતુ કેવલજ્ઞાની અને કેવલદર્શની બની જાય છે. આત્મામાં અનંતશક્તિ ભરેલી છે. તે શક્તિનો ઉપયોગ કરીને સંપૂર્ણ બની શકે છે. માટે દંડકમાં ઉપયોગનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપયોગને દડક કેમ ગણવામાં આવે છે? - - - ઉપયોગના બાર પ્રકારમાં ૩ અજ્ઞાન, ૫ જ્ઞાન અને ૪ દર્શનનો સમાવેશ કરેલ છે. જીવ અજ્ઞાનના કારણે નવાં નવાં કર્મ બાંધે છે. અજ્ઞાન હોવાથી તેને સાચી સમજણના અભાવે નવાં કર્મનો બંધ થાય છે. તેથી જીવ ૨૪ દંડકમાં દંડાય છે. એ
૩૮૭.