________________
આ રીતે ચોવીશે દંડકોના ક્રમથી જીવોના ઉપયોગનું નિરૂપણ કરાયું છે. ઉપયોગમાં મલીનતા આવવાનાં કારણો -
ઉપયોગમાં મલીનતા આવવાનાં કારણો નીચે પ્રમાણે છે - (૧) આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરવાથી (૨) જેનો ઉપયોગ વિષય અને કષાયમાં મગ્ન હોય છે. ઉગ્ર હોય અથવા ઉન્માર્ગમાં લાગેલું હોય ત્યારે ઉપયોગમાં મલીનતા આવે છે. (૩) મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ આ પાંચ અશુભ યોગથી પણ ઉપયોગમાં મલીનતા આવે છે. ઉપયોગને સ્વમાં સ્થિર કરવા માટેના માર્ગો -
(૧) ધર્મધ્યાન અને શુકલધ્યાન કરવાથી ઉપયોગ સ્વમાં સ્થિર થાય છે. ' (૨) જીવો પર દયા કરવાથી (૩) મન, વચન, કાયાની ક્રિયા શુદ્ધ કરવાથી (૪) યમ, પ્રશમ, નિર્વેદ તથા તત્ત્વોનું ચિંતન કરવાથી (૪) મૈત્રી, પ્રમોદ, કારૂણ્ય અને માધ્યસ્થતા આ ચાર ભાવના ભાવવાથી (૫) પ્રતિક્રમણ આદિ કરવાથી ઉપયોગ સ્વમાં સ્થિર થાય છે. શુદ્ધોપયોગ એટલે શું? :
શુદ્ધ ઉપયોગ સાક્ષાત્ મોક્ષનું કારણ છે. શુભ ઉપયોગ અને અશુભ ઉપયોગ એ બંનેનો અભાવ એટલે શુદ્ધોપયોગ. જીવોના શુદ્ધોપયોગનું ફળ સમસ્ત દુઃખોથી રહિત, સ્વભાવથી ઉત્પન્ન અને અવિનાશી એવું જ્ઞાનરાય છે. શુદ્ધોપયોગમાં કર્મોનું બંધ થવું નથી. શુકલધ્યાન એ શુદ્ધોપયોગ છે. જે અંતરાત્મારૂપ અવસ્થા છે. તે મિથ્યાદિથી રહિત હોવાથી શુદ્ધ છે અને તે મોક્ષનું કારણ બને છે. દંડકમાં ઉપયોગ વિશે વિવેચન :
૨૪ દંડકના ૨૪ દ્વારોમાં ૧૫મું ઉપયોગદ્વાર બતાવેલ છે.
ત્રણ અજ્ઞાન, પાંચ જ્ઞાન અને ચાર દર્શન એ ૧૨ જીવના લક્ષણરૂપ ઉપયોગ છે. તે બાર ઉપયોગો સર્વજ્ઞ ભગવંતોએ કહ્યા છે.
૩૮૬