________________
મનના નિમિત્તથી થાય છે. શ્રોતારૂપ જ્ઞાનને શ્રુતજ્ઞાન કહે છે. (૩) અવધિજ્ઞાન :
સાક્ષાત્કાર કરવાનો જે આત્માનો વ્યાપાર છે. તેનું નામ અવધિ છે. જેના દ્વારા નીચા પ્રદેશમાં વિસ્તૃત વસ્તુને આત્મા જાણે છે તેનું નામ અવધિ છે. આ રીતે અધોવિસ્તૃત વિષયને જાણનારું જ્ઞાન અવધિજ્ઞાન છે. અવધિનો અર્થ મર્યાદા પણ થાય છે. આ જ્ઞાનની મર્યાદા એ છે કે તે રૂપી દ્રવ્યોને જ સ્પષ્ટ જાણે છે. અરૂપી દ્રવ્યોને નહિ. અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા લઈને જે જ્ઞાનરૂપી પદાર્થોને સ્પષ્ટ રીતે જાણે છે તે અવધિજ્ઞાન છે. (૪) મન:પર્યવજ્ઞાન -
મનનો જેના દ્વારા સ્પષ્ટરૂપથી બોધ થાય છે તે મન:પર્યવજ્ઞાન છે. મન સંબંધી જે પર્યય તે મન:પર્યય છે. જે કોઈ વ્યક્તિ મનઃ પર્યવજ્ઞાનથી બાહ્ય વસ્તુના ધર્મનો વિચાર કરે છે તેને તે વસ્તુનો સ્પષ્ટ બોધ થાય છે. તેમાં ઇન્દ્રિયો તથા મનની સહાયતાની જરૂર રહેતી નથી. તેનો અઢીદ્વિપ અને તેની અંદર આવેલા સમુદ્રમાં રહેલા સંશી પંચેન્દ્રિય જીવોનું મનોગતદ્રવ્ય છે. (૫) કેવલજ્ઞાન :
- એક અસહાયજ્ઞાન હોય છે. તેનું નામ કેવલજ્ઞાન છે. તેમાં ઇન્દ્રિય વગેરેની તથા . અન્ય જ્ઞાનની આવશ્યકતા રહેતી નથી. જે શુદ્ધ જ્ઞાન હોય છે. તે કેવલજ્ઞાન છે. અથવા જે જ્ઞાન અસાધારણ છે તેનું નામ કેવલજ્ઞાન છે. કેમકે તેના જેવું બીજું કોઈ જ્ઞાન નથી. અથવા જે જ્ઞાન અનંત છે તેનું નામ કેવલજ્ઞાન છે. કેમકે તે જ્ઞાન આત્મામાં એક વખત પેદા થયા પછી તેનો નાશ થતો નથી. તથા અનંત શેયોને જાણવાથી પણ તે અનંત મનાયું છે. આ રીતે પાંચ અર્થોવાળું જે જ્ઞાન થાય છે તે જ કેવલજ્ઞાન છે. (૬) મત્યજ્ઞાન - શ્રુતાશાન :
મિથ્યાત્વનો ઉદય થતાં જે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વિપર્યય થઈ જાય છે તે મત્યજ્ઞાન અને શ્રુતજ્ઞાન છે.
૩૮૩