________________
સહિત ૧૧ યોગ હોય છે. ૧૫ યોગ ક્યારે ક્યારે હોય તેની સંક્ષિપ્ત વિગત -
૪ મનોયોગ મન:પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ પર્યાપ્ત અવસ્થામાં હોય. ૪ વચન યોગ પણ પર્યાપ્ત અવસ્થામાં હોય છે.
ઔદારિક, વૈક્રિય અને આહારક એ ત્રણ પોતપોતાની પર્યાપ્ત અવસ્થામાં હોય છે.
ઔદારિકમિશ્ર ઉત્પત્તિના બીજા સમયથી અપર્યાપ્ત અવસ્થા સુધી અને કેટલાક આચાર્યોના મતે શરીર પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી. અને કેવલી સમુદ્ધાતમાં ૨-૬૭મા સમયે, એ પ્રમાણે ઔદારિક મિશ્રયોગ કર્મગ્રંથના અભિપ્રાયથી બે પ્રકારે છે. અને સિદ્ધાંતના અભિપ્રાયે ઉત્તર વૈક્રિયના તથા આહારકના પ્રારંભમાં પણ હોવાથી ૪ પ્રકારે છે. વૈક્રિય મિશ્રયોગ મૂળ વૈક્રિયની અપેક્ષાએ ઉત્પત્તિના બીજા સમયથી અપર્યાપ્ત અવસ્થા સુધી અને તિર્યંચ-મનુષ્યના ઉત્તરવૈક્રિયના પ્રારંભે અને સંહરણમાં એમ કર્મગ્રંથના અભિપ્રાયે ૩ પ્રકારે, અને સિદ્ધાંતના અભિપ્રાયે ઉત્તરવૈક્રિયના પ્રારંભમાં વૈક્રિયમિશ્ર નહિ, તેથી ૨ પ્રકારે છે. આહારક મિશ્ર આહારક દેહના પ્રારંભે અને સંદરણમાં (એ કર્મગ્રંથ અભિપ્રાય અને સિદ્ધાંતમાં પ્રારંભરહિત ૧. પ્રકાર) તથા તૈજસકાર્પણ યોગ વક્રગતિએ પરભવમાં જતાં ૧-૨-૩ સમય સુધી. કેવલી સમુદ્ધાતમાં ૩જા, ૪થા અને પમા, એ ત્રણ સમય સુધી, અને દરેકને ઉત્પત્તિના પ્રથમ સમયે પણ ય છે.
ગર્ભજ તિર્યંચના ૧ દંડકમાં ઔદારિક અને ઔદારિક મિશ્રને એ બે કાયયોગ સહિત (પૂર્વોક્ત ૧૧ યોગ મળી) ૧૩ યોગ છે. અને ગર્ભજ મનુષ્યમાં સર્વે મળી ૧૫ યુગ છે.
વિકસેન્દ્રિયોના ૩ દંડકમાં ઔદારિક, ઔદારિક મિશ્ર અને કાર્યણ એ ત્રણ કાયયોગ, અને અસત્યામૃષા (વ્યવહાર) નામનો ૧ વચનયોગ મળી કુલ ૪ યોગ છે.
વાયુકાયના દંડકમાં ઔદારિક, ઔદારિક મિશ્ર, વૈક્રિય, વૈક્રિયમિશ્ર અને કાર્પણ
૩૭૬