________________
જઘન્ય યોગ અસંખ્યાતગણી છે. અર્થાત્ તે પરસ્પરમાં સરખો છે. તેના કરતાં અસત્યમૃષા મનોયોગનો જઘન્યયોગ અસંખ્યગણો છે. તેના કરતાં આહારક શરીરનો યોગ અસંખ્યગણો અધિક છે.
ત્રણ પ્રકારનો મનોયોગ અને ચાર પ્રકારનો વચનયોગ એ સાતેનો જઘન્યયોગ પરસ્પર તુલ્ય છે અને પૂર્વપૂર્વની અપેક્ષાથી અસંખ્યગણી અધિક છે. જેથી એ અપેક્ષાથી યોગ પરસ્પરમાં તુલ્ય સરખા છે. અહિં મનોયોગને ત્રણ પ્રકારનો બતાવ્યો છે. તેનું કારણ એવું છે કે આહારક શરીરમાં વ્યવહારવાળા મનોયોગનો અભાવ રહે છે. આહારક શરીરનો ઉત્કૃષ્ટ યોગ પહેલાં કહેલ જઘન્ય યોગ કરતાં અસંખ્યગણો છે. તેના કરતાં ઔદારિક શરીરનો, વૈક્રિય શરીરનો, ચાર મનોયોગનો અને ચાર પ્રકારના વચનયોગનો જે ઉત્કૃષ્ટ યોગ છે તે અસંખ્યાતગણો હોવાથી તુલ્ય છે.
આ રીતે ચાર મનોયોગ, ચાર વચનયોગ અને સાત કાયયોગ મળીને ૧૫ યોગો થાય છે. ' યોગ વિશે વિશેષ વર્ણન વિશેષાવશ્યક ભાષ્ય યોગબિન્દુષ, યોગભેદ ષોડશક", યશોવિજયજીકૃત બત્રીશ બત્રીશીમાં પ્રાપ્ત થાય છે. તેમાં યોગની દષ્ટિએ વર્ણન કરવામાં આવ્યું છે. વિસ્તાર ભયથી અત્રે નોંધ કરવામાં આવી નથી. દંડકમાં યોગનું વિવેચન :
सच्चेअर मीस असत्य-मोस, मणवय विउव्वि आहारे ।
उरलं मीसा कम्मया, इय जोगा देसिया समए२८ ॥२१॥ ગાથાર્થ - સત્ય, અસત્ય, મિશ્ર અને અસત્ય-અમૃષા, મન અને વચન, વૈક્રિય, આહારક, ઔદારિક, મિશ્ર અને કાશ્મણ એ પ્રમાણે સિદ્ધાંતમાં યોગો કહ્યા છે.
इफ्कारस सुर निरए, तिरिएसु तेर, पनर मणुएसु ।
विगले चउ पण वाए, जोगतिगं थावरे होइ ॥२२॥ ગાથાર્થ - દેવના ૧૩ દંડક અને નારકોનો ૧ દંડક એ ૧૪ દંડકમાં મનના ૪, વચનના ૪, મળીને ૮ યોગ, તથા વૈક્રિય-વૈક્રિયમિશ્ર અને કાર્મણ યોગ એ ૩ કાયયોગ
૩૭૫