________________
તેને દેખે છે. જે દૂર રહેલ પર્વત આદિને કોઈ છદ્મસ્થ મનુષ્ય નેત્રથી દેખે તો છે પરંતુ સ્પર્શાદિથી તેને જાણતો નથી.
(૪) તથા કોઈ એક છદ્મસ્થ મનુષ્ય તેને જાણતો નથી અને દેખતો નથી. જેમ
કે અંધ મનુષ્ય.
આ પ્રમાણેના ચાર ભંગો અનંતપ્રદેશિક સ્કંધના વિષયમાં છે.
જ્ઞાન” ઐહિભવિક પણ હોય છે, જ્ઞાન પારભવિક પણ હોય છે અને જ્ઞાન તદુભયયભવિક પણ હોય છે. વર્તમાન ભવમાં પ્રાપ્ત કરેલું જ્ઞાન જીવની સાથે રહે છે. તે પરભવમાં સાથે જતું નથી. તેને ઐહિભવિક જ્ઞાન કહે છે. આ ભવમાં પ્રાપ્ત કરેલું જે જ્ઞાન પછીના ભવમાં સ્મૃતિરૂપે સાથે સાથે જાય છે તે જ્ઞાનનું નામ પારભવિક જ્ઞાન છે. અને આ ભવમાં પઠિત જે જ્ઞાન પરભવમાં તથા તૃતીય આદિ પરતરાદિ ભવોમાં સાથે સાથે જાય છે તે જ્ઞાનને તદુભયભવિક જ્ઞાન કહે છે.
જ્ઞાન સોડશમ્.
જ્ઞાન સોડશકમાં ૧૬ ગાથા જ્ઞાન વિશે બતાવેલ છે.
વિદ્વાનોએ શુશ્રુષાને - અર્થાત્ સાંભળવાની ઇચ્છાને પ્રથમલિંગ તરીકે વર્ણવી છે. શુશ્રુષા ન હોવા છતાં સંભળાવવું તે પાણીની સેર વગરની જમીનમાં કૂવો ખોદવા સમાન છે. = ૧
શુશ્રૂષાના પણ પરમ અને અપરમ એ બે પ્રકાર છે. શુશ્રુષાવરણથી જન્ય પરમ શુશ્રુષા ઉત્પન્ન થાય છે. પરમ શુશ્રૂષાનું ફળ ધર્મશ્રવણ, ગ્રહણ ધારણ વગેરની સિદ્ધિ
= ૨
ચતુર, પત્નીયુક્ત અને અત્યંત કામી એવા યુવાનને કિન્નરોના ગીત સાંભળવામાં જે રાગ હોય તેથી વધુ રાગ ધર્મશ્રવણમાં છે = ૩
પરમ શુશ્રુષા હોવા છતાં ગુરુભક્તિ પ્રધાન બને છે. વિધિ વિષયક પ્રયાસ થાય છે. ધર્મક્રિયા કરવામાં આદર પ્રગટે છે. સુંદરગ્રંથ પ્રાપ્તિ થાય છે. તથા એવું સૂત્રાર્થ વિષયક શ્રવણ મળે છે. જેનું પ્રકૃષ્ટ ફળ તત્ત્વનો અભિનિવેશ હોય છે. = ૪
૩૫૫