________________
વિશેષતા એ છે કે આહારક જીવ કેવલજ્ઞાનવાળા હોય છે. કેમકે કેવલી પણ આહાર સહિત હોય છે. જે અનાહારક હોય છે તેમાં મન:પર્યત છોડીને ચાર જ્ઞાન હોય છે. કેમકે મન:પર્યવજ્ઞાન આહારક જીવોને હોય છે. અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિગ્રહગતિવાળા અનાહારક જીવોને હોય છે. અને કેવલજ્ઞાન, કેવલી સમુદ્યાત શૈલેષી સિદ્ધાવસ્થાઓમાં અનાહારકોને પણ હોય છે.
જે મનુષ્ય છદ્મસ્થ છે અર્થાત્ અતિશયધારી નથી. તે પરમાણુરૂપ સૂક્ષ્મ પુદ્ગલને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા પદાર્થ વિશેષને જાણતા નથી. અને દેખતા પણ નથી. તેને તે વિષયનું અજ્ઞાનપણું બતાવેલ છે અને અદર્શન બતાવેલ છે. કોઈ એક છમસ્થ મનુષ્ય પરમાણુ પુદ્ગલને જાણે છે પણ તે પુદ્ગલોને જોઈ શકતા નથી. શાસ્ત્રના આધારથી જ્ઞાન તો છે પણ તેના સાક્ષાત્ દર્શનથી વંચિત રહે છે. જે છદ્મસ્થો શ્રુતજ્ઞાન વિનાના હોય છે તે સૂક્ષ્માદિ પદાર્થોને જાણતા નથી અને દેખતા પણ નથી.
જે મનુષ્યો છદ્મસ્થ છે તે દ્ધિપ્રદેશી સ્કંધના વિષયમાં, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦ તથા સંખ્યાત, અસંખ્યાત પ્રદેશવાળા સ્કંધને કોઈ એક તેને જાણે છે પણ તેને દેખતા નથી. અને કોઈ એક જાણતા નથી અને દેખતા પણ નથી. (૧) કોઈ એક છદ્મસ્થ મનુષ્ય એવો હોય છે કે જે અનંતપ્રદેશી ઢંધને જાણે- પણ છે અને દેખે પણ છે. (૨) કોઈ એક છબસ્થ મનુષ્ય અનંતપ્રદેશવાળા સ્કંધને જાણે છે પણ દેખતા નથી. (૩) કોઈ એક છદ્મસ્થ મનુષ્ય છે જે અનંત પ્રદેશ સ્કંધને જાણતા નથી. પરંતુ તેને દેખે છે. (૪) તથા કોઈ એક છદ્મસ્થ મનુષ્ય છે કે જે અનંત પ્રદેશ સ્કંધને જાણતા પણ નથી અને દેખતા પણ નથી.
આ રીતે ચાર ભંગ ભગવાને બતાવ્યા છે.
(૧) કોઈ એક છબસ્થ મનુષ્ય સ્પર્ધાદિથી તેને જાણે છે અને નેત્રથી જુએ છે. જેમ કે અવધિજ્ઞાની.
(૨) કોઈ એક છદ્મસ્થ મનુષ્ય સ્પર્ધાદિથી તેને જાણે તો છે પરંતુ નેત્રના અભાવથી તેને દેખતો નથી. જેમ કે શ્રુતજ્ઞાની, શ્રુતમાં દર્શનનો અભાવ રહે છે.
(૩) કોઈ એક છદ્મસ્થ સ્પર્શાદિ અવિષય હોવાથી જાણતા નથી. પરંતુ ચક્ષુથી
૩૫૪