________________
પરમ શુશ્રુષા કરતાં વિપરીત અપરમ શુશ્રુષા પણ બને છે. સુતેલા રાજાને વાર્તા સાંભળવાની ઇચ્છા હોય તેની જેમ શુશ્રુષા લોકમાં હોય તે અપરમ શુશ્રુષા છે. તે જીવોને પ્રાયઃ અનર્થકારી છે. કેમકે તેમાં આત્મકલ્યાણની ભાવનાથી પ્રગટતો આદર નથી = ૫
જ્ઞાનના ત્રણ પ્રકાર :- અન્વયમુખી અને વ્યતિરેકમુખી વિચાર એ બંને પ્રકારના વિચારથી રહિત જ્ઞાન પ્રથમ શ્રુતજ્ઞાન થાય છે. ઉહાપોહથી યુક્ત એવું જ્ઞાન બીજું જ્ઞાન થાય છે. ત્રીજું ભાવનામય જ્ઞાન છે. જેનું ફળ હિતકારી છે. આ ત્રણ જ્ઞાનથી ભિન્ન જ્ઞાન. મોહના લીધે મિથ્યાજ્ઞાન થાય છે. = ૬.
લોઢાના કોઠાર વગેરેમાં રહેલ જે અનાજ હોય તેના જેવું શ્રુતજ્ઞાન હોય છે. કારણ કે તે વિનાશ પામેલ નથી. તે શ્રુતજ્ઞાન અત્યંત મિથ્યાકદાગ્રહથી રહિત હોય છે.
= ૭
•
જે જ્ઞાન મહાવાક્યાર્થથી ઉત્પન્ન થયેલ હોય. અત્યંત સૂક્ષ્મયુક્તિઓના ચિંતનથી યુક્ત હોય. તેમજ પાણીમાં વિસ્તરતા તેલના ટીપા જેવું હોય તે પાણીમાં તેલનું બિંદુ જેમ વિસ્તાર પામે છે તેમ ચિંતનથી ઉત્પન્ન થયેલ જ્ઞાન વિસ્તાર યુક્ત હોય છે = ૮ જે જ્ઞાન તાત્પર્ય વિષયક હોય તેમ જ વિધિ વગેરેને વિશે અત્યંત પ્રયત્નવાળું હોય તે ભાવનામયજ્ઞાન જાણવું. અશુદ્ધ છતાં સુંદર એવી રત્નની કાંતિ જેવું આ જ્ઞાન હોય છે. = ૯
પ્રથમ શ્રુતમય જ્ઞાનમાં તેના રાગથી પુરુષને કાંઈક દર્શનગ્રહ - ખોટો પક્ષપાત થાય છે. બીજા જ્ઞાનમાં ચિંતનના યોગથી ક્યારેય પણ દર્શનગ્રહ થતો નથી. ભવ્ય જીવોના સમૂહને વિશે અનુગ્રહથી પ્રવૃત્ત થયેલ ભાવનાજ્ઞાનવાળા જીવની પ્રવૃત્તિ હિતકારી જ હોય છે. = ૧૦
ગુરુ વગેરેના વિનયથી રહિત એવા જીવને મિથ્યાત્વ દોષના લીધે આગમથી જે બોધ થાય છે. તે જેમ તિમિર રોગવાળા જીવને દીપકમાં મંડલાકાર વિષયનો ભ્રમ થાય છે તેમ મિથ્યાદોષગ્રસ્ત જીવનો બોધ મિથ્યા હોય છે. ૧૧ ૧૨
૩૫૬