________________
અવધિજ્ઞાન
સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્ત અને પર્યાપ્ત મનુષ્યને અને તિર્યંચ પર્યાપ્ત હોય છે. તેના. ૪થી ૧૨ ગુણસ્થાન હોય છે. મનઃ પર્યવજ્ઞાન -
સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત મનુષ્યને હોય છે. તેના ૬થી ૧૨ ગુણસ્થાન હોય છે. કેવલજ્ઞાન
સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત મનુષ્યને અને અયોગીને સયોગીની અવસ્થામાં ૧૩મે ને ૧૪મે ગુણસ્થાને હોય છે. સિદ્ધને પણ કેવલજ્ઞાન હોય છે. મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન :- અસંશી, સંજ્ઞી, અપર્યાપ્ત, પર્યાપ્ત સર્વ જીવોને હોય છે. તેનાં બે ગુણસ્થાન છે. પહેલું અને ત્રીજું. વિભંગશાન :- * | સંશી પર્યાપ્ત હોય છે. તેનાં પણ બે ગુણસ્થાન છે. પહેલું ને ત્રીજું. આગમ અને ટીકા સાહિત્યમાં જ્ઞાનનું વિવેચન :
આ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન સ્વામી, કારણ, કાળ, વિષય અને પરોક્ષપણાથી તુલ્ય હોવાથી તથા તે બે જ્ઞાનની હાજરીમાં જ બાકીનાં જ્ઞાન થતાં હોવાથી મતિશ્રુતજ્ઞાનને બધા જ્ઞાનના આદિમાં કહ્યાં છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના સ્વામી એક જ હેય છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે જયાં મતિજ્ઞાન છે ત્યાં શ્રુતજ્ઞાન હોય છે. અને જ્યાં શ્રુતજ્ઞાન છે ત્યાં મતિજ્ઞાન હોય છે. એક જીવની અપેક્ષાએ ૬૬ સાગરોપમ અધિક કાળ સુધી એક જીવને એ બંને જ્ઞાન નિરંતર હોય છે. ઘણા જીવોની અપેક્ષાએ સર્વકાળે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે. પોતપોતાના આવરણનો ક્ષયોપશમ તથા ઇન્દ્રિય અને મનોલક્ષણ કારણ પણ ઉભયજ્ઞાનમાં સમાન છે. તથા તે બંને જ્ઞાની સર્વદ્રવ્યાદિને જાણી શકતા હોવાથી તેમનો વિષય સમાન છે. વળી ઇન્દ્રિય અને મન રૂપી પરનિમિત્ત વડે થતાં હોવાથી પરોક્ષ બને છે. એ રીતે પણ તુલ્યતા છે. મતિપૂર્વક શ્રત કહ્યું છે. તેથી
૩૪૧