________________
(૨) પરંપર સિદ્ધ કેવલજ્ઞાન અનેક પ્રકારનું છે.
એક સમય સિદ્ધ, બે સમય સિદ્ધ, ત્રણસમય સિદ્ધ, ચાર સમય સિદ્ધ, દશ સમય સિદ્ધ, સંખ્યાત સમય સિદ્ધ, અસંખ્યાત સમય સિદ્ધ અને અનંત સમય સિદ્ધ.
અજ્ઞાન૧ ત્રણ પ્રકારનાં છે ઃ- શાસ્ત્રમાં અજ્ઞાનને ૩ પ્રકારે વિભાજિત કરેલ છે. (૧) મતિ અજ્ઞાન (૨) શ્રુત અજ્ઞાન અને (૩) વિભંગ જ્ઞાન.
(૧) મતિ અજ્ઞાન :- ખોટું જ્ઞાન તે મતિ અજ્ઞાન.
મતિ અજ્ઞાન ચાર પ્રકારનું કહેલ છે. અવગ્રહ, ઇહા, અવાય, ધારણા, નંદી સૂત્રમાં આભિનિબોધિક જ્ઞાન વિષયમાં કહેલ છે. તે જ રીતે અહિં પણ સમજવું. વિશેષ એ છે કે ત્યાં આભિનિબોધિક જ્ઞાનના પ્રસંગમાં અવગ્રહાદિના એકાર્થક સમાન અર્થવાળા શબ્દ કહેલા છે. તો તેના સિવાય યાવત્ નોઇન્દ્રિય ધારણ સુધી સમજવાનું છે. એ પ્રમાણે ધારણા અને મતિ અજ્ઞાન કહ્યા છે.
(૨) શ્રુત જ્ઞાન ઃ- ખોટું શ્રુત જ્ઞાન તે શ્રુત અજ્ઞાન છે.
જે અજ્ઞાની મિથ્યાદૃષ્ટિઓએ નિરૂપિત કર્યા છે, ઇત્યાદિ નંદીસૂત્રમાં કહ્યા પ્રમાણે યાવત્ સાંગોપાંગ ચાર વેદ તે શ્રુત અજ્ઞાન છે.
=
(૩) વિભંગ જ્ઞાન :- ખોટું અવિધ જ્ઞાન તે વિભંગ જ્ઞાન, વિ વિરુદ્ધ, ભંગ = જ્ઞાન જેમાં હોય તે વિભંગ જ્ઞાન અનેક પ્રકારનું કહેલ છે. જેમ કે ગ્રામાકાર, નગરાકાર, યાવત્ સિન્નિવેષાકાર, દ્વીપાકાર, સમુદ્રાકાર, વર્ષાકાર, પર્વતાકાર વૃક્ષાકાર, સ્તુપાકાર, અશ્વાકાર, ગજાકાર, નરાકાર, કિન્નરાકાર, કિંપુરુષાકાર, મહોરગાકાર, ગંધર્વાકાર, વૃષભાકાર, પશુપસયાકાર, વિહગાકાર, વાનરાકાર ઇત્યાદિ અનેક પ્રકારના આકારવાળા કહેલા છે.
પાંચ જ્ઞાનનું સ્વામિત્વ અને ત્રણ અજ્ઞાનોનું સ્વામિત્વ :
મતિ, શ્રુત જ્ઞાન :- અસંશી, સંજ્ઞી, અપર્યાપ્ત, પર્યાપ્તને હોય છે. તેના ૨જુ અને ૪થી ૧૨ ગુણસ્થાન હોય છે.
૩૪૦