________________
પણ મતિજ્ઞાન પછી શ્રુતજ્ઞાન કહ્યું છે. કાળ વિપર્યય, સ્વામિત્વ અને લાભનું સાધર્મ હોવાથી શ્રુતજ્ઞાન પછી અવધિજ્ઞાન કહ્યું છે. મતિ-શ્રુતના સ્થિતિકાળ જેટલો જ અવધિજ્ઞાનનો સ્થિતિકાળ છે. તેથી તે બેઉની સાથે અવધિજ્ઞાનનું કાળ સાધર્મ છે. સમ્યક્તની હાજરીમાં જે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે. તે મિથ્યાત્વના ઉદયમાં મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન રૂપ વિપર્યય પામે છે. તેમ અવધિજ્ઞાન પણ વિર્ભાગરૂપે વિપર્યય પામે છે. તેથી તે બંનેની સાથે અવધિજ્ઞાનનું વિપર્યયથી સાધમ્ય છે. વળી આ ત્રણે જ્ઞાનનો લાભ પણ સાથે થાય છે. એટલે લાભ સાધર્મ છે. છદમસ્થ વિષય અને ભાવ આદિથી અવધિજ્ઞાનની સમાન મન:પર્યવજ્ઞાન છે. તેથી અવધિજ્ઞાન પછી મન:પર્યવજ્ઞાન કહ્યું છે. તે બંને જ્ઞાનમાં છબસ્થપણાનું સાધમ્ય છે. તે બંને જ્ઞાન પુગલમાત્રને જણાવનારા હોવાથી તે બંનેના વિષયનું સાધર્યું છે. અને બંને જ્ઞાન ક્ષયોપશમ ભાવે વર્તતા હોવાથી બંનેનું ભાવથી સાધર્મ છે. બંને જ્ઞાન સાક્ષાતદર્શી હોવાથી પ્રત્યક્ષ સાધર્મ્સવાળા પણ છે.
કેવલજ્ઞાન ઉત્તમ છે. તેથી તેને બધા જ્ઞાનોનાં અંતે કહ્યું છે. વળી, મન:પર્યવજ્ઞાન જેમ અપ્રમત સાધુને થાય છે. તેવી જ રીતે કેવલજ્ઞાનના સ્વામી પણ અપ્રમત્તસાધુ છે. અને સર્વજ્ઞાનના અંતે તેનો લાભ થાય છે તેથી તેને અંતે કહ્યું છે.
મતિ-શ્રુતજ્ઞાન પરોક્ષ છે અને બાકીના ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષજ્ઞાન બે પ્રકારનાં છે. સકલ પ્રત્યક્ષ અને વિકલ પ્રત્યક્ષ. સકલ પ્રત્યક્ષ કેવલજ્ઞાન અને તે બે પ્રકારનું છે. ભવસ્થ કેવલીનું અને સિદ્ધનું કેવલજ્ઞાન. વિકલપ્રત્યક્ષ બે પ્રકારનું છે. અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન.
પરોક્ષજ્ઞાન બે પ્રકારનું છે. આભિનિબોધિક અને શ્રુતજ્ઞાન. પ્રત્યક્ષમાં બીજાના નિમિત્તથી જ્ઞાન ઉત્પન્ન થતું નથી. પણ પરોક્ષમાં બીજાના નિમિત્તથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. સ્વામી, કાળ આદિની સમાનતાથી મતિ-શ્રુતજ્ઞાન સમાન હોવા છતાં પણ તેમાં લક્ષણ ભેદ આદિથી તફાવત છે. લક્ષણના ભેદથી, હેતુફળ ભાવથી ઇન્દ્રિય વિભાગથી, તથા વલ્ક, શુંબ, અક્ષર, અક્ષર, મૂક અને અમૂકના ભેદથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં તફાવત છે.
૩૪૨