________________
જ્ઞાન અવધિજ્ઞાન છે. અવધિ જ્ઞાન મૂર્તદ્રવ્યો સિવાય અમૂર્ત દ્રવ્યોને જાણતું નથી. તેના બે પ્રકાર છે. (૧) ભવ પ્રત્યય અને (૨) ગુણ પ્રત્યય. ભવ પ્રત્યય અવધિજ્ઞાન દેવો અને નારકીને હોય છે. જેવી રીતે પક્ષીઓમાં ઉડવું તે ભવ પ્રત્યયિક કહેવાય છે. એ જ રીતે દેવ અને નારકીઓનું અવધિજ્ઞાન તપસ્યા આદિ દ્વારા થનારા અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ નિમિત્તક હોતું નથી. પણ ત્યાંના ભવનિમિત્તક જ થાય છે. તેથી એ અપેક્ષાએ તે ભવપ્રત્યયિક કહેવાય છે.
લયોપથમિક અવધિજ્ઞાન મનુષ્યો અને પંચેન્દ્રિય તિર્યચ જીવોને થાય છે. ગુણ પ્રતિપન્ન અણગારને અવધિ જ્ઞાન થાય છે તે પ્રકારનું હોય છે. (૧) અનુગામી (૨) અનાનુગામી (૩) વર્ધમાનક (૪) હીનમાનક (૫) પ્રતિપાતિક અને (૬) અપ્રતિપાતિક
૧) અનુગામી :- જયાં જાય ત્યાં તે સાથે આવે. તેને અનુગામી અવધિ જ્ઞાન કહે છે. - (૨) અનાનુગામી - તે જ સ્થાનમાં અવધિજ્ઞાન ઉપજતું હોય તે સ્થાને રહી ને જાણે દેખે. અન્યત્ર તે પુરુષ જાય તો ન જાણે દેખે. તેને અનાનુગામિક અવધિજ્ઞાન કહે છે. '
(૩) વર્ધમાનક અવધિજ્ઞાન - તે પ્રશસ્ત લશ્યાના અધ્યવસાયે કરી, તથા વિશુદ્ધ ચારિત્રના પરિણામે કરી સર્વ પ્રકારે અવધિજ્ઞાનની વૃદ્ધિ થાય તેને વર્ધમાનક અવધિજ્ઞાન કહેવાય છે.
(૪) હાયમાનક અવવિજ્ઞાન - તે અપ્રશસ્ત વેશ્યાના પરિણામે કરી અશુભ ધ્યાને કરી, અવિશુદ્ધ ચારિત્ર પરિણામથી વર્ધમાનક અવધિજ્ઞાનથી હાની થાય, થોડે થોડે ઘટતું જાય – તેને હાયમાનક અવધિજ્ઞાન કહેવાય છે.
(૫) પ્રતિપાતિ અવધિજ્ઞાન - જે અવધિજ્ઞાન પ્રાપ્ત થયું તે એક વખતે જ નાશ પામે છે. દીવો જેમ પવનને યોગે કરી હોલવાઈ જાય તેમ એ પ્રતિપાતિ અવધિજ્ઞાન હે છે. . (૬) અપ્રતિપાતિ અવધિજ્ઞાન - જે અવધિજ્ઞાન - તે આવ્યું જાય નહિ તે સંપૂર્ણ ચૌદ રાજલોક જાણે અને દેખે, ને અલોકમાં એક આકાશ પ્રદેશમાત્ર ક્ષેત્રની વાત જાણે
૩૩૭