________________
વ્યંજનાવગ્રહના ૪ ભેદ છે. અવગ્રહના પાંચ ઇન્દ્રિય અને મનથી એમ ૬ ભેદ, એ જ રીતે ઇહાના ૬, અવાયના ૬, અને ધારણાના ૬ = ૨૪ અને વ્યંજનાવગ્રહના ૪ = ૨૮ - આ રીતે આભિનિબોધિક જ્ઞાન ૨૮ પ્રકારનું હોય છે તેને મતિજ્ઞાન પણ કહેવાય છે. બીજી રીતે ઉપરના ૨૪ ભેદમાં ૪ પ્રકારની બુદ્ધિ ભેળવતાં ૨૪ + ૪ = ૨૮ ભેદ થાય છે.
(૨) શ્રતજ્ઞાન - વિતર્ક (બુદ્ધિ)ને શ્રુત કહે છે.
જે ક્ષયોપશમથી સંભળાય તે શ્રુતનો ક્ષયોપશમ શ્રુત શબ્દ એ શ્રુતજ્ઞાનનું કારણ છે. ક્ષયોપશમ શ્રુતજ્ઞાનનો હેતુ છે અને આત્માશ્રુતથી કથંચિત અભિન્ન છે. તે માટે ઉપચારથી તેને શ્રુત કહેલ છે.
શ્રુતજ્ઞાનના ૧૪ ભેદ છે. (૧) અક્ષરદ્યુત (૨) અનક્ષર શ્રત (૩) સંજ્ઞીશ્રુત (૪) અસંજ્ઞીશ્રુત (૫) સમ્યમ્ શ્રત (૬) મિથ્યાશ્રુત (૭) સાદિ શ્રુત (૮) અનાદિબ્રુત (૯) સપર્યવસિત શ્રત (૧૦) અપર્યવસિત શ્રત (૧૧) ગમિકડ્યુત (૧૨) અગમિકશ્રુત (૧૩) અંગ પ્રવિષ્ટ શ્રુત અને (૧૪) અનંતર પ્રવિષ્ટ શ્રુત અનંગ (૩) અવધિજ્ઞાન :
અર્થનો સાક્ષાત્કાર કરવાનો આત્માનો જે વ્યાપાર છે. તેનું નામ અવધિ છે. અથવા જેના દ્વારા નીચેના પ્રદેશમાં વિસ્તૃત વસ્તુને આત્મા જાણે છે. તેનું નામ અવધિ છે. આ રીતે અધો વિસ્તૃત વિષયને જાણનારું જ્ઞાન અવધિજ્ઞાન છે. અથવા અવધિનો અર્થ મર્યાદા પણ થાય છે. આ જ્ઞાનની મર્યાદા એ છે કે તે રૂપી દ્રવ્યોને જ સ્પષ્ટ જાણે છે તે અવધિજ્ઞાન છે. આ જ્ઞાનમાં આત્મા દ્વારા જ જ્ઞાન થાય છે. અવધિજ્ઞાનમાં ઈન્દ્રિય અને મનની આવશ્યકતા રહેતી નથી. આ અવધિજ્ઞાન તે અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જીવને પ્રાપ્ત થાય છે.
અવધિજ્ઞાનના બે પ્રકાર છે -
સર્વ મૂર્ત દ્રવ્યોની મર્યાદાને ઇન્દ્રિયોની સહાયતા વિના સ્પષ્ટ રીતે જાણે છે. તે
૩૩૬