________________
. (૪) ધારણા એટલે નિશ્ચિત થયેલ અર્થનું સ્મરણ આદિ કાલાંતરમાં બની રહેવું.
અવગ્રહ બે પ્રકારના છે. અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. સામાન્ય જ્ઞાનનું નામ અર્થાવગ્રહ છે. અર્થાત સકલ વિશેષ, નિરપેક્ષ અને અવ્યપદેશ એવો જે અર્થગ્રહણ થાય છે તે અર્થાવગ્રહ છે. અર્થાત આ કાળું છે. આ પીળું છે. આ પ્રકારના વિશેષ ધર્મની અપેક્ષા રહિત હોય છે. તથા આ કયો પદાર્થ છે. એવા પ્રકારનો નિર્દેશ કથન કરવા યોગ્ય હોતો નથી. અર્થાવગ્રહ પાંચ ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન થાય છે. એટલા માટે અહિ તેનું કથન પ્રથમ કરેલ છે.
દવાથી જે રીતે પદાર્થ પ્રગટ કરાય છે. એ જ રીતે જેના દ્વારા અર્થ પ્રગટ કરાય છે. તેનું નામ વ્યંજન છે. એ વ્યંજન ઉપકરણેન્દ્રિય જે શ્રોતાદિક છે. તેનો અને તેના વિષયભૂત શબ્દદિકનો પરસ્પર સંબંધરૂપ છે. અર્થાત્ ઉપકરણેન્દ્રિયનો વિષયની સાથે સંબંધ થવો તેનું નામ વ્યંજન છે. ઇન્દ્રિય અને પદાર્થના સંબંધરૂપ વ્યંજન દ્વારા જે શબ્દાદિકરૂપ અર્થનો સર્વપ્રથમ અને અતિ અલ્પમાત્રમાં અવગ્રહ પરિચ્છેદ થાય છે તેને વ્યંજનાવગ્રહ કહે છે. વ્યંજનાવગ્રહ ચાર પ્રકારના છે. (૧) શ્રોતેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૨) પ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ (૩) જિલૅન્દ્રિય વ્યંજનાવગ્રહ અને (૪) સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ. - આભિનિબોધિકપ જ્ઞાનના પ્રસંગમાં અવગ્રહના એકાઈક પાંચ નામ નીચે પ્રમાણે છે. (૧) અવગ્રહણતા (૨) અવધારણતા (૩) શ્રવણતા (૪) અવલંબનતા અને (૫) મેઘાણી
ઇહાના વિવિધ ઘોષવાળા તથા વિવિધ વ્યંજનવાળા એકાWક પાંચ નામો છે. (૧) આભોગનતા (૨) માર્ગણતા (૩) ગવેષણતા (૪) ચિંતા અને (૫) વિમર્શ
અવાયનાં એકાWક પાંચ નામો છે. (૧) આવર્તનતા (૨) પ્રત્યાવર્તનતા (૩) અવાય (૪) બુદ્ધિ અને (૪) વિજ્ઞાન.
ધારણાના એકાર્થક પાંચ નામો છે. (૧) ધરણા (૨) ધારણા (૩) સ્થાપના (૪) પ્રતિષ્ઠા અને (૫) કોઇ.
આભિનિબોધિક જ્ઞાનના ૨૮ ભેદ છે.
૩૩૫