________________
(૧૬) વિપરીત જ્ઞાનને અજ્ઞાન કહે છે. (૧૭) પદાર્થોને નહિ જાણવાને અજ્ઞાન કહે છે. ૭ (૧૮) જ્ઞાનના અભાવને અજ્ઞાન કહે છે. (૧૯) મિથ્યાજ્ઞાનને અજ્ઞાન કહે છે.૧૯ (૨૦) સંશય વિમોહથી યુક્ત જ્ઞાન અજ્ઞાન કહેવાય છે. ૨૦ (૨૧) શુદ્ધાત્માદિ ભાવતત્ત્વોના વિષયમાં વિપરીત ગ્રહણરૂપ વિકારી પરિણામોને અજ્ઞાન કહે છે. ૨૧ શાનના પ્રકારો અને વિવેચન :
શાસ્ત્રમાં દર્શાવેલ જ્ઞાનને વિભિન્ન પ્રકારે વિભાજિત કરવામાં આવેલ છે.
સામાન્ય રૂપથી જ્ઞાન એક છે. પ્રત્યક્ષ અને પરોક્ષના ભેદથી જ્ઞાન બે પ્રકારે છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવના ભેદથી જ્ઞાન ચાર પ્રકારના કહ્યા છે.
જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી અથવા ક્ષયોપશમથી આત્મામાં જે જ્ઞાન ઉત્પન્ન થાય છે. તે જ્ઞાનના પાંચ પ્રકાર છે. (૧) આભિનિબોધિક જ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવલજ્ઞાન. તેમાં પ્રથમના બે જ્ઞાન પરોક્ષ છે અને અંતિમના ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છે. ૩ (૧) આભિનિબોધિકશાન :
અભિમુખ અર્થાત્ પદાર્થની હાજરીમાં થતો સંશયરહિત બોધ તે આભિનિબોધ કહેવાય છે. અથવા અર્થની હાજરીમાં નિશ્ચિત બોધથી ઉત્પન્ન થયેલું જ્ઞાન તે આભિનિબોધિક જ્ઞાન અથવા મનનો આશ્રય કરીને તે તે વિષયોનો જે બોધ થાય છે. અપેક્ષિત હોય છે, તે બોધનું નામ આભિનિબોધિક જ્ઞાન છે. આ જ્ઞાનમાં સાધન મન અને ઇન્દ્રિયો હોય છે.
આભિનિબોધિક જ્ઞાન ચાર પ્રકારનું છે. (૧) અવગ્રહ (૨) દુહા (૩) અવાય અને (૪) ધારણા.
(૧) અવગ્રહ એટલે ન નિર્દેશેલ એવા સામાન્ય માત્ર રૂપ અર્થનું ગ્રહણ થવું. (૨) ઈશ એટલે વિદ્યમાન અર્થને વિશેષ ધર્મોની વિચારણા થવી. (૩) અવાય એટલે ઈહિત ધર્મનો નિશ્ચય થવો.
૩૩૪