________________
દંડકમાં દર્શન -
. થાવર વિતિયુગવવધૂ, વકિલ, સુમણિયે,
मणुआ चउदंससिणो, सेसेसु तिगं तिगं भणिअं२० ॥१९॥ ગાથાર્થ -
પાંચ સ્થાવર, બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય એ ૭ દંડકમાં ૧ અચક્ષુદર્શન જ હોય છે. તે અચક્ષુદર્શન સ્પર્શ, રસના, ઘાણ, શ્રોત્ર અને મનના ભેદથી પાંચ પ્રકારનું છે. તેમાં પાંચ સ્થાવરને સ્પર્શના- ઇન્દ્રિયનો સામાન્ય ઉપયોગ એ જ અચક્ષુદર્શન છે. બેઈન્દ્રિયમાં સ્પર્શ અને રસના એ ઇન્દ્રિયો દ્વારા સામાન્ય ઉપયોગરૂપ અચક્ષુદર્શન, તે ઇન્દ્રિયને સ્પર્શ, રસના અને ઘાણ એ ૩ ઇન્દ્રિયો દ્વારા સામાન્ય ઉપયોગ રૂપ અચક્ષુદર્શન હોય છે. * કોઈ પણ કાળે કોઈ પણ જીવ દર્શન ગુણ રહિત ન જ હોય. - જેમ મતિજ્ઞાનાવરણીયના લયોપશમરૂપ જ્ઞાન શક્તિ સ્વરૂપે ભાવ ઇન્દ્રિયો હોય છે. તેમજ દર્શન શક્તિરૂપ ભાવ અચક્ષુદર્શન હોય છે.
અહિં સૂક્ષ્મ ભાવમનરૂપ અચક્ષુદર્શન જાણવું. કારણ કે એકેન્દ્રિયાદિક જો કે દ્રવ્યમનનો અભાવ છે. તો પણ ક્ષયોપશમરૂપ ભાવ મનનો તો અવશ્ય છે.
ચૌરેન્દ્રિય જીવોમાં ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન બને છે. કારણ કે ચૌરેન્દ્રિય જીવોને ચક્ષુ ઇન્દ્રિય પણ છે. તેથી સ્પર્શ, રસના અને ધ્રાણેન્દ્રિયનો સામાન્ય ઉપયોગ ને રદર્શન અને રઘુ દ્વારા સામાન્ય ઉપક્સેસ તે સ્કુદર્શન છે.
ગર્ભજ મનુષ્યોને ચારે દર્શનો છે. તેઓને અચક્ષુદર્શન પૂર્વોક્ત રીતે પાંચેય પ્રકારનું છે. ચક્ષુ ઇન્દ્રિય હોવાથી ચક્ષુદર્શન પણ છે. અને ચારિત્રાદિકથી પ્રાપ્ત કરેલ લબ્ધિ પ્રત્યયિક અવધિજ્ઞાનીને (વિર્ભાગજ્ઞાનીને) અવધિદર્શન તથા કેવલી ભગવંતને કેવળદર્શન થાય છે.
બાકીના દેવના ૧૩, નારકનો ૧, અને ગર્ભજ તિર્યંચના ૧ દંડકમાં ચક્ષુ, અચક્ષુ અને અવધિ એ ૩ દર્શન છે. ગર્ભજ તિર્યંચોને વ્રત-તપશ્ચર્યાદિ ગુણથી લબ્ધિ પ્રત્યયિક અને ૧૪ દંડકમાં ભવસ્વભાવે હોવાથી ભવ પ્રત્યયિક અવધિદર્શન છે.
૩૨૯