________________
દર્શન સાત પ્રકારનાં છે -
(૧) સમ્યગદર્શન (૨) મિથ્યાદર્શન (૩) સમ્યગુ મિથ્યાદર્શન (૪) ચંશુદર્શન (૫) અચક્ષુ દર્શન (૬) અવધિ દર્શન અને (૬) કેવલિ દર્શન.
સમ્યગદર્શન મોહનીય કર્મના ક્ષયથી, મિથ્યાદર્શન ઉદય મિશ્રદર્શન ઉત્પન્ન થાય છે. કારણ કે તેમનો સ્વભાવ તે પ્રકારની રૂચિ રૂપ હોય છે. તથા ચક્ષુદર્શનાદિ ૪ દર્શન તો દર્શનાવરણીય કર્મના ૪ ભેદ છે. તેમના ક્ષય અને ઉપશમથી ઉત્પન્ન થાય છે. તેમનો સ્વભાવ સામાન્યરૂપે પદાર્થોને ગ્રહણ કરવાનો હોય છે. અહિં “દર્શન” પદ શ્રદ્ધા અને સામાન્યગ્રહણનું વાચક છે.
આઠ પ્રકારનાં દર્શન -
(૧) સમ્યગદર્શન (૨) મિથ્યાદર્શન (૩) સમ્યમ્ મિથ્યાદર્શન (૪) ચક્ષુદર્શન (૫) અચલુદર્શન (૬) અવધિદર્શન (૭) કેવલિદર્શન અને (૮) સ્વપ્રદર્શન.
૭મા સ્થાનના ૭ દર્શનનું વર્ણન ઉપર પ્રમાણે થયું છે. હવે સુપ્તાવસ્થામાં જે અર્થ વિકલ્પનો અનુભવ થાય છે તેનું નામ સ્વમ દર્શન છે. જો કે સ્વમ દર્શનનો અચક્ષુદર્શનમાં સમાવેશ કરી શકાય છે. છતાં પણ સુપ્તાવસ્થારૂપ ઉપધિના આધારે અહિં અલગ ભેદ રૂપે ગણાવેલ છે.
દર્શનાવરણીય બે પ્રકારનાં છે -
દર્શનાવરણીય કર્મના બે ભેદ છે તે આ પ્રમાણે છે. દેશ દર્શનાવરણીય અને સર્વદર્શનાવરણીય.
જેવી રીતે દ્વારપાલ દર્શન કરવા જનારને રોકે છે. એ પ્રમાણે આ દર્શનાવરણીય કર્મ પણ આત્માના દર્શન ગુણને રોકે છે. ચક્ષુદર્શનાવરણીય, અચક્ષુદર્શનાવરણીય અને અવધિદર્શનાવરણીય કર્મોને દેશદર્શનાવરણીય કહે છે. નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા, સ્થાનધેિ અને કેવલ દર્શનાવરણીય આ દર્શનાવરણીયને સર્વ દર્શનાવરણીય કહે છે.
૩૨૮