________________
દર્શન પાંચ પ્રકારનાં છે :
(૧) ઔપશમિક (૨) સાસ્વાદાન (૩) લાયોપશમિક (૪) ક્ષાયિક અને (૫)
વેદક
(૧) ઔપથમિક - ઉપશમશ્રેણી પ્રાપ્ત જીવોને ઉપશમ સમ્યક્તના લાભ થાય છે. મિથ્યાત્વનો ક્ષય કર્યો નથી પણ તેને ઉપશમ કર્યો છે. એ જીવને ઉપશમ સમ્યક્ત થાય છે. મિથ્યાદષ્ટિ જીવની ૭ પ્રકૃતિઓ અનંતાનુબંધી ૪, મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીય, સમ્યક્ત મોહનીયના ઉપશમથી ઉપશમ સમક્તિ થાય છે. ૮, ૯, ૧૦, ૧૧મા ગુણસ્થાનમાં ઉપશમ સમ્યક્ત થાય છે. કારણ કે એ ઉપશમશ્રેણિનું સ્થાન છે. તથા અનાદિ મિથ્યાદષ્ટિ જીવને પ્રથમ ઉપશમ સમ્યક્ત થાય છે. આ જીવ મિથ્યાત્વ કર્મના ત્રણ પુંજ નથી કરતો. તેમ જ મિથ્યાત્વનો ક્ષય પણ નહિ. - (૨) સાસ્વાદાન સમ્યક્ત - ઉપશમ સમ્યક્તથી જુદા પડી મિથ્યાત્વને નહિ પ્રાપ્ત થયેલ જીવને અંતરાલ સમયમાં જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ છ આવલિકા સુધી સાસ્વાદાન સમ્યક્ત રહે છે.
(૩) લાયોપથમિક સમ્યક્ત - ઉદય પ્રાપ્ત મિથ્યાત્વનો નાશ અને અનુદિત મિથ્યાત્વ ઉપશમ એ અવસ્થાઓથી મિશ્રિત લાયોપથમિક સમ્યક્ત છે. | (૪) સાયિક સમ્યક્ત :- ઉપર બતાવેલ ૭ પ્રકૃતિઓ છે તેનો સંપૂર્ણ ક્ષય થયા પછી જ ક્ષાયિક સમ્યક્ત થાય છે. - ' (૫) વેદક સખ્યત્વ - બધા ઉદિત પુદ્ગલોમાં ચરમ-અંતિમ અંશવર્તિ પુદ્ગલોનું વેદન થવું તે વેદક સમ્યક્ત છે.
દર્શનના છ પ્રકાર પણ છે -
(૧) બૌધ (૨) નૈયાયિક (૩) સાંખ્ય (૪) વૈશેષિક (૫) જૈમિની અને (૬) જૈન જગત પ્રસિદ્ધ આ છ દર્શન છે. બધા એકાંત દર્શન મળીને એક જૈન દર્શન થાય છે.
૩૭