________________
ઉત્પત્તિના નિમિત્તભૂત પ્રયત્ન વિશિષ્ટ સ્વસંવેદનને દર્શન કહે છે. આત્મ વિષયક ઉપયોગને દર્શન કહે છે. દર્શનાવરણીયના ક્ષય અને ક્ષયોપશમથી થવાવાળું આલોચન દર્શન છે. આત્માના વ્યાપારને દર્શન કહે છે. બાહ્ય અર્થનું ગ્રહણ થવા પર જે વિશિષ્ટ આત્મ સ્વરૂપનું વદન હોય છે તે દર્શન છે. અંતર્ચિત પ્રકાશને દર્શન કહે છે.
દર્શનના ભેદો - શાસ્ત્રમાં દર્શાવેલ દર્શનને ભિન્ન-ભિન્ન પ્રકારે વિભાજિત કરવામાં આવેલ છે. આગમ અને ટીકાઓમાં દર્શનના જુદા જુદા પ્રકારો બતાવ્યા છે. દર્શનના બે પ્રકાર છે :
(૧) સમ્યગ્દર્શન અને (૨) મિથ્યાદર્શન સર્વજ્ઞ દ્વારા ઉપદિષ્ટ જીવાદિક પદાર્થોમાં શ્રદ્ધા રાખવી તેનું નામ સમ્યગ્દર્શન છે.
આ સમ્યગ્દર્શન કરતાં વિપરીત જે દર્શન છે તેને મિથ્યાદર્શન કહે છે. (સમ્યગ્દર્શનના બે ભેદ છે. (૧) નિસર્ગ સમ્યગ્દર્શન અને (૨) અભિગમ સમ્યગ્દર્શન.
જે સમ્યગદર્શન જીવમાં ગુરુ આદિના ઉપદેશ વિના ઉત્પન્ન થાય છે, તેને નિસર્ગ સમ્યગદર્શન કહે છે. નિસર્ગ એટલે સ્વભાવ, આવી રીતે ઉત્પન્ન થયેલા સમ્યગદર્શનમાં ઉપદેશ આદિ પરનિમિત્તોની આવશ્યકતા રહેતી નથી. તેમાં દર્શન મોહનીય કર્મના ક્ષયોપશમાદિ રૂપ પરિણામ સ્વતઃ થાય છે. તેથી જ તેનું નામ નિસર્ગ સમ્યગદર્શન છે. સ્વયંભૂરમણ સમુદ્રમાં રહેલા જે શ્રાવક શ્રાવિકાદિના આકારવાળા મસ્યો છે. તેને જોવાથી જે જીવોના દર્શન મોહનીય કર્મનો ક્ષયોપશમથી જે દર્શનથી પ્રાપ્તિ થાય છે તે દર્શન પણ નિસર્ગ સમ્યગ્રદર્શન જ છે.
અભિગમ એટલે ઉપદેશ. તે ઉપદેશ દ્વારા જે જીવને દર્શનની પ્રાપ્તિ થાય છે તે દર્શનને અભિગમ સમ્યગદર્શન કહે છે. આ પ્રકારનું સમ્યગદર્શન ગુરુ આદિના ઉપદેશથી જ પ્રાપ્ત થાય છે. નિસર્ગ સમ્યગદર્શનના પણ બે ભેદ છે - અભિગમ સમ્યગદર્શનના પણ બે ભેદ
(૧) પ્રતિપાતિ અને (૨) અપ્રતિપાતિ - બંનેના બે બે ભેદ છે. '
૩૨૪