________________
(૧૧મું) દર્શન દ્વાર
દંડક પ્રકરણમાં દંડકના ૨૪ કારોની શાસ્ત્રીય વિચારણા બતાવેલ છે. આ વિચારણામાં ૧૧મા દ્વારમાં દર્શન વિષયક વિચારણા કરેલ છે તેનું સંક્ષિપ્ત વિવેચન નીચે પ્રમાણે છે.
દર્શનના અર્થો - દર્શન શબ્દ નાગમોમાં અનેક અર્થોમાં પ્રયુક્ત થયો છે.
(૧) જેના દ્વારા અથવા જેના સદ્ભાવને લીધે પદાર્થોને શ્રદ્ધાના વિષયભૂત કરાય છે. પદાર્થો પર શ્રદ્ધા મૂકાય છે તેનું નામ દર્શન છે.' (૨) સામાન્ય જ્ઞાનની બે ધારાઓ વહે છે. તેમાં સામાન્ય ગ્રાહકરૂપ ધારાનું નામ દર્શન છે. (૩) જિનોક્ત કથનમાં અભિરુચિનું નામ દર્શન છે. (૪) દક્ષિણ ધાતકી ખંડના સ્વામી દેવ દર્શન છે. (૫) દર્શન એટલે જોઈ શકાય - અર્થાત્ જીવન અને વિકાસનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય." (૬) દર્શન એક ઉપયોગ છે. (૭) વૈદિક ધર્મના ફિરકાને દર્શન કહેવાય છે. (૮)
જીવાદિ પદાર્થોનું સ્વરૂપ જોવું જાણવું અને તેના પર શ્રદ્ધા કરવી તે દર્શન છે. (૯) નિતિક જીવનની દૃષ્ટિથી વિચાર કરતાં દર્શન શબ્દનો દષ્ટિકોણ પૂરક અર્થ કર્યો છે. (૧૦) દર્શન શબ્દનો અર્થ તત્ત્વશ્રદ્ધા છે. ૧૦ (૧૧) પરવર્તિ જૈન સાહિત્યમાં દર્શન શબ્દ દેવ, ગુરુ અને ધર્મના પ્રતિ શ્રદ્ધા અથવા ભક્તિના અર્થમાં પણ પ્રયુક્ત થયો છે." દર્શનના આધ્યાત્મિક અર્થો -
જે મોક્ષ માર્ગને બતાવે તે દર્શન છે. જેના દ્વારા જોઈ શકાય અથવા માત્ર જોવું તે દર્શન છે. વિષય અને વિષયનું સક્રિપાત થઈને દર્શન થાય છે. સ્વરૂપ માત્રનું સામાન્ય ગ્રહણ હોય છે તેને દર્શન કહે છે. પ્રકાશવૃત્તિને દર્શન કહે છે. જ્ઞાન માટે જે આત્માનો વ્યાપાર હોય તેને પ્રકાશવૃત્તિ કહે છે અને તે જ દર્શન છે. ઉત્તરજ્ઞાનની
૩૨૩