________________
આધ્યાત્મિક વિકાસમાં તેની જાણકારીનું મહત્ત્વ
જીવો અનાદિના મિથ્યાદષ્ટિ હોય છે. છતાં જેમ મિશ્ર સુવર્ણને માટીની પ્રક્રિયા વડે અલગ કરી શકાય છે. તેવી જ રીતે મિથ્યાત્વને પણ આગમમાં બતાવેલ આધ્યાત્મિક પ્રક્રિયા વડે અલગ કરી શકાય છે. જીવે અનંત પુદ્ગલ પરાવર્તન કર્યા છે. જ્યાં સુધી સમ્યગ્દષ્ટિ અર્થાત્ સમ્યગ્દર્શન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભવભ્રમણનો કદી અંત આવતો નથી. પરંતુ સમક્તિના બતાવેલા પાંચ લક્ષણો પ્રમાણે જીવનમાં સદ્દગુણો આવતા જાય તેમ તેમ મિથ્યાત્વનું જોર ઘટતું જાય છે. એક વખત પણ સમ્યગ્દષ્ટિ આવી જાય તો અર્ધ પુગલ પરાવર્તનમાં સંસારનો અંત આવી જાય છે. દષ્ટિનું જાણપણું થાય તો જ અંતરાત્મામાં શુભભાવો જાગે છે. અને સમ્યગ્દર્શન થઈ જતાં ૪થા ગુણસ્થાનનો સ્પર્શ થઈ જાય છે. કમળ કાદવમાં ઉત્પન્ન થાય છે. જલથી તેની વૃદ્ધિ થાય છે. પરંતુ બંનેથી અલિપ્ત રહે છે એવી રીતે સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત કરેલ આત્મા પણ સંસારના કામભોગથી, વિષયોથી અલિપ્ત રહે છે. જ્યાં સુધી સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કેવલજ્ઞાન પ્રાપ્ત થતું નથી. સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થતાં જીવ દરેક પરિસ્થિતિમાં સમભાવ રાખી શકે. છે. મોહનીય કર્મની પ્રકૃતિઓ ઓછી થતી જાય છે. તેમ તેમ ગુણસ્થાનમાં આગળ વધી શકે છે. લાયક સમક્તિના સદ્ભાવમાં વીતરાગદશા પ્રગટ થઈ જતાં આધ્યાત્મિક પૂર્ણ વિકાસમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. દંડકમાં દૃષ્ટિનું ચિંતન કરવું બહુ જરૂરી છે. મિથ્યાષ્ટિ આત્મા ચિંતા કરે છે. જ્યારે સમ્યગ્દષ્ટિ આત્મા ચિંતન કરીને ચૈતન્ય તત્ત્વ પિછાણીને સિદ્ધદશા પ્રાપ્ત કરી શકે છે.
ટિપ્પણી :
૧. વિશેષાવશ્યક ભાષ્ય.
૨. સ્થાનાંગ, અનુ. ૩. પ્રજ્ઞા. ૫. ૩૪ જીવાભિગમ સૂત્ર
૪. દંડક પ્રકરણ.
૫. પ્રજ્ઞા. પદ ૧૯
૩૨૨