________________
ક્ષેત્ર આપૂર્ણ હોય છે. એટલાં ક્ષેત્ર પૃષ્ટ થાય છે. તે ૧, ૨ અથવા ૩ સમયના વિગ્રહથી એટલા કાળમાં આપૂર્ણ થાય છે. એટલા કાળમાં સ્પષ્ટ થાય છે. શેષ તે જ પાંચ ક્રિયાવાળા પણ થાય છે. એ જ પ્રકારે નારક પણ-વિશેષ એ છે કે લંબાઈમાં જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સંખ્યાત યોજન એક દિશામાં એટલા ક્ષેત્રમાં ૧, ૨ અથવા ૩ સમયની વિગ્રહગતિથી પૂર્વોક્ત પ્રમાણ ક્ષેત્ર આપૂર્ણ થાય છે. અને સ્પષ્ટ થાય છે. તેમાં ચોથો સમય લાગતો નથી. વૈક્રિય સમુદ્દાત ગત વાયુકાયિક પણ પ્રાયઃ ત્રસ નાડીમાં જ ઉત્પન્ન થાય છે. અને ત્રસ નાડીમાં વિગ્રહગતિ ઉત્કૃષ્ટ ત્રણ સમયની હોય છે. ત્યાર પછીનું વક્તવ્ય વેદના સમુદ્યાતના સમાન જ સમજવું જોઈએ. એ પ્રકારે જેવી નારકની વક્તવ્યતા તેવી જ અસુરકુમારની સમજવી. વિશેષ એ છે કે એક દિશામાં અથવા વિદિશામાં.. એ જ પ્રકારે સ્વનિતકુમાર સુધી જાણવી.
વાયુકાયિકની જીવપદના સમાન જાણવી. વિશેષ એ છે કે એક દિશામાં જ ઉક્ત પ્રમાણવાળું ક્ષેત્ર આપૂર્ણ અને ધૃષ્ટ થાય છે. વિદિશામાં નથી થતું. પંચેન્દ્રિય તિર્યંચની વક્તવ્યતા નારકને વૈક્રિય સમુદ્ધાતના સમાન સમજવી. મનુષ્ય, વાણવ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિકના વૈક્રિય સમુદ્યાતની વક્તવ્યતા અસુરકુમાર સમાન સમજવી.
તૈજસ સમુદ્રઘાતથી સમવહત થઈને સ્થિત યુગલોને પોતાના શરીરથી કાઢે છે તે જેમ જીવનો વૈક્રિય સમુઘાત કહ્યો છે તેવો જ તૈજસ સમુદ્ધાત પણ કહેવો જોઈએ. પરંતુ વિશેષતા એ છે કે અંગુલનો અસંખ્યાતમો ભાગ શેષ એ જ પ્રકારે યાવતુ વિમાનિકના... વિશેષ પંચેન્દ્રિય તિર્યંચના એક દિશામાં એટલા ક્ષેત્ર આપૂર્ણ થયા. એટલા ક્ષેત્ર સ્પષ્ટ થયા.
જીવ આહારક સમુદ્યાતથી સમવહત શરીરનો જેટલો વિસ્તાર છે અને જેટલી મોટાઈ છે, તેટલા ક્ષેત્ર વિસ્તાર અને વિખંભની અપેક્ષાએ આપૂર્ણ અને ઋષ્ટ થાય છે. લિંબાઈની દૃષ્ટિએ જઘન્ય આંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સંખ્યાત યોજન સુધી એક દિશામાં તે પુદ્ગલોથી આપૂર્ણ અને સ્પષ્ટ થાય છે. આંહારક સમુદ્યાત મનુષ્યોમાં જ થઈ શકે છે. ૧૪ પૂર્વના અધ્યેતા અને આહારક લબ્ધિના ધારક મુનિ જયારે આહારક સમુદ્ધાત કરે છે. તે જઘન્ય અને ઉત્કૃષ્ટથી પૂર્વોક્તક્ષેત્રને આત્મપ્રદેશોથી પૃથક કરેલ પુદ્ગલોથી એક દિશામાં નહિં, વિદિશામાં આપૂર્ણ અને સ્પષ્ટ કરે છે. આહારક
૩૦૯