________________
સમુદ્રઘાત કરનારા તે મુનીઓ ગંભીર હોય છે. તેમને બીજું કોઈ પ્રયોજન હોતું નથી. એ રીતે આહારક સમુદ્યાતગત કોઈ જીવ મૃત્યુને પ્રાપ્ત થાય અને વિગ્રહથી ઉત્પન્ન થાય છે. આહારક સમુદ્દાત કરનારા જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તમાં આહારક સમુદ્ધાતગત પુલોને બહાર કાઢે છે. બહાર કાઢેલા તે પુગલ જે ક્ષેત્રમાં વ્યાપ્ત થાય. તે ક્ષેત્રમાં સ્થિત જે પ્રાણો યાવતુ પ્રાણોથી રહિત કરે છે. તેથી તેમને ૩, ૪ અથવા ૫ ક્રિયાઓ લાગે છે.
સમુચ્ચય જીવની સમાન મનુષ્યના આહારક સમુઘાતની વકતવ્યતા પણ સમજવી જોઈએ. જો કે આહારક સમદ્યાત મનુષ્યોને જ થાય છે. તેથી જ સમુચ્ચય પદમાં આહારક સમુઘાતની વિવક્ષા કરાઈ છે. તેમાં મનુષ્યનો અંતર્ભાવ થઈ જ જાય છે. ગમનની દિશા સંબધી નિયમ :
આહારક અને મારણાંતિક સમુદ્ધાત એક જ દિશામાં હોય છે. કેમકે આહારક શરીરની રચનાના સમયે શ્રેણિ ગતિ હોવાના કારણે એક જ દિશામાં અસંખ્ય આત્મપ્રદેશ કાઢીને આહારક શરીર બનાવે છે. મારણાંતિક સમુઠ્ઠાતમાં જ્યાં નરક આદિમાં જીવને મરીને ઉત્પન્ન થવું છે. ત્યાંની જ દિશામાં આત્મપ્રદેશ કાઢે છે. બાકીના પાંચ-છ એ દિશાઓમાં હોય છે. કેમકે વેદના આદિના વશથી બહાર નિકળેલા આત્મપ્રદેશ શ્રેણિની અનુસાર ઉપર, નીચે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ આ છએ દિશાઓમાં હોય છે. અવસ્થાન કાલ સંબંધી નિયમ :
વેદનાદિ છએ સમુઘાતનો કાળ, અંતર્મુહૂર્ત કહ્યો છે. તે અંતર્મુહૂર્ત અસંખ્ય સમયનો છે અને કેવલી સમુઠ્ઠાતનો કાળ (સમય) આઠ સમયનો છે. ગતિમાં સમુદ્યાત
નરકગતિમાં - પ્રથમના ચાર સમુદ્યાત છે. તિર્યંચગતિમાં - પ્રથમના પાંચ સમુદ્યાત છે. મનુષ્યગતિમાં - સાતેય સમુદ્યાત હોય છે.
૩૧૦