________________
થઈને પરિતાપ પહોંચાડે છે ત્યારે ૪ ક્રિયાવાળા થાય છે. તેને પ્રાણોથી પણ ઉપરત કરી દે ત્યારે પાંચ ક્રિયાવાળા થાય છે. શરીરથી સ્પષ્ટ થનારા સર્પ વગેરે પોતાના ડિંખદ્વારા પ્રાણઘાતક હોય છે. એ પણ પ્રત્યક્ષથી સિદ્ધ છે. આ પાંચ ક્રિયાઓ છે. (૧) આરંભિકી (૨) પ્રાધેબિકી (૩) અધિકરણીકી (૪) પારિતાપનિકી અને (૫). પ્રાણાતિપાતિકી.
નારક વેદના સમુદ્યાતથી સમવહત થયેલ આ રીતે જીવની જેમ સમજવું. વિશેષ એટલું છે કે નારક શબ્દનું ઉચ્ચારણ કરવું જોઈએ. આ રીતે સંપૂર્ણ કથન વૈમાનિક સુધી સમજવું.
એ જ પ્રકારે કષાય સમુદ્યાત પણ કહેવા જોઈએ.
મારણાંતીક સમુદ્ધાતથી સમવહત થઈને શરીર પ્રમાણ માત્ર વિસ્તાર અને મોટાઈથી લંબાઈમાં જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત યોજના એક દિશામાં એટલા ક્ષેત્ર પૂરિત થાય છે. એટલા ક્ષેત્ર સ્પષ્ટ થાય છે. ૧, ૨, ૩ અથવા ૪ સમયના વિગ્રહથી એટલા કાળમાં પૂરિત થાય છે. એટલા કાળમાં સ્પષ્ટ થાય છે. શેષ એ જ પ્રમાણે યાવતુ પાંચ ક્રિયાવાળાનું પણ અને એ જ પ્રકારે નારકોનું પણ સમજવું. વિશેષ એટલું છે કે લંબાઈમાં જઘન્ય કાંઈક અધિક હજાર યોજન અને ઉત્કૃષ્ટ અસંખ્યાત યોજના. એક દિશામાં એટલા ક્ષેત્ર પૂરિત થાય છે. એટલા ક્ષેત્ર સ્પષ્ટ થાય છે. ૧, ૨ અથવા ૩ સમયના વિગ્રહથી કહેવું. ચાર સમયના વિગ્રહથી ન કહેવું શેષ એ જ પ્રકારે યાવત્ પાંચ ક્રિયાવાળા પણ હોય છે.
અસુરકુમારનું કથન સમુચ્ચય જીવ પદના સમાન છે. વિશેષ એ છે કે વિગ્રહ ૩ સમયનો. જેવો નારકનો એ જ પ્રકારે. અસુરકુમાર એ જ પ્રકારે યાવત્ વૈમાનિક સુધી કહેવા. વિશેષ એ છે કે એકેન્દ્રિય જીવના સમાન જ સંપૂર્ણ જાણવું. વૈક્રિય, તૈજસ અને આહારક સમુઘાતની વ્યક્તવ્યતા :
જીવ વૈક્રિય સમુઘાતથી સમવહત થઈને જે પુદ્ગલો બહાર કાઢે છે તે પુદ્ગલોથી શરીર પ્રમાણ માત્ર વિખંભ અને બાહલ્યથી લંબાઈમાં જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સંખ્યાત યોજન એક દિશામાં અથવા વિદિશામાં એટલાં
૩૦૮